5G અને 6G ટેક્નોલોજી પર સવારી કરીને વર્ષ 2030 સુધીમાં ડિજિટલ વર્લ્ડ પર રાજ કરવાના ચીનના સપનાને ડબલ ફટકો મળ્યો છે. ચીનની વિસ્તારવાદી નીતિઓ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને એક તરફ જ્યારે વિશ્વ તેનાથી દૂર થઈ રહ્યું છે.
ત્યાં જ તેને આધુનિક સેમિકન્ડક્ટરની ખેંચ વર્તાઇ રહી છે. સેમીકંડક્ટર માટે જરૂરી કાચા માલ પર અમેરિકા અને તેના સાથી દેશોનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેનાથી ચીનની મુશ્કેલીમાં ઘણો વધારો થયો છે.
ભલે ચીને 5G ટેક્નોલોજીમાં નિપુણતા પ્રાપ્ત કરી હશે, પરંતુ આ માટે ખૂબ જરૂરી સેમિકન્ડક્ટરને હજુ અમેરિકાની કૃપા પર આધાર રાખવો પડશે. ચીન લાંબા સમયથી સેમીકન્ડક્ટર બનાવવા માંગતું હતું.
પરંતુ તે હજી સુધી સફળ થઈ શક્યું નથી. તેની સેમીકન્ડક્ટર ટેકનીકમાં ઘણી મોટી ખામીઓ છે, જેના કારણે તેની આયાત કરવી તે ચીનની મજબુરી છે.
બ્રિટિશ અખબાર ટેલિગ્રાફના અહેવાલ મુજબ ચીનનો સામ્યવાદી પક્ષ હવે આ ચિપ્સ અને તેના માટે જરૂરી ઇકો સિસ્ટમથી દુનિયામાં 5G ટેક્નોલોજીને લઇને દબદબો ઉભો નહીં કરી શકે, એટલું જ નહીં, તે ટેલિકમ્યુનિકેશન્સ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે પણ આગળ વધી શકશે નહીં.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક માસ્ટર પ્લાન બનાવ્યો છે કે 2030 સુધીમાં ઇન્ટરનેટ અને તેનાથી સંબંધિત વસ્તુઓને અંકુશમાં લેવાનું સ્વપ્ન તુટતું જોવા મળી રહ્યું છે.
શી જિનપિંગેના આ સપનાને તોડવા પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા છે. અમેરિકાએ આ વર્ષે મે મહિનામાં તેની શક્તિનો ઉપયોગ કર્યો.
આનાથી વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદક તાઇવાનની ટીએસએમસીને ચીનની સર્વોપરિતાના પ્રતીકરૂપ કંપની હુવાવે પાસેથી ઓર્ડર લેવાનું બંધ કરવાની ફરજ પડી છે. હવે ચિપ વિના હુવાવે માટે કામ કરવું અત્યંત મુશ્કેલ બનશે.
તાઇવાની કંપનીના આ પગલાને કારણે હુવાવેને મોટો ઝટકો લાગ્યો છે. હુવાવે તાઇવાની કંપનીનો બીજો સૌથી મોટો ગ્રાહક હતી. હુવાવે વિશ્વની સૌથી મોટી ટેલિકોમ ઇક્વિપમેન્ટ ઉત્પાદક અને બીજા નંબરની સ્માર્ટફોન ઉત્પાદક છે.
હુવાવે તેની ચિપ માટે તાઇવાની કંપની પર ખૂબ આધાર રાખે છે. હુવાવેના બધા સારા ફોનમાં તાઇવાની કંપનીની ચિપ્સ છે. અમેરિકાના પ્રતિબંધ બાદ હુવાવે તાઈવાનની કંપનીની તાકાત પર કામ કરી રહી હતી. તાઇવાની કંપની હુવાવેથી દૂર થઈ ગઈ છે. ત્યારે વિશ્વભરમાં ઘણા દેશો 5Gને લઇને હુવાવેથી ખસકી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.