સુરત મ્યુનિ.ના કેટલાક કર્મચારીઓ કોરોના અટકાવવા ઉદાસીન, લોકોને ઉડાવ જવાબ

– અડાજણ પાટીયા પર કુખ્યાત દબાણ કરનારા જાહેરમાં થુંકતા હોવાની ફરિયાદ મહિલાએ કરી તો એસ.આઈ.એ કહ્યું હું રિશેષમાં છુ

સુરત મ્યુનિ.ના સફાઈકામદાર- બેલદારથી માંડીને કમિશ્નર સુધીના કર્મચારીઓ કોરોના અટકાવવા માટે સવા બે માસથી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યાં છે. પરંતુ મ્યુનિ.ના કેટલાક બે  જવાબદાર કર્મચારીઓનેા કારણે લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે.

કોરોના અટકાવવા માટે સુરતીઓ જાગૃત્ત છે પરંતુ મ્યુનિ.ના કેટલાક કર્મચારીઓ કામચોરી કરીને ફરિયાદ કરનારા સાથે ઉધ્ધત વર્તન કરી રહ્યાં છે. જાહેરમાં દબાણ કરીને થુંકનારા લોકો કોરોના ફેલાવી શકે તેવી ફરિયાદ કરનારા મહિલાને હું રિશેશમાં છું તમે ઓન લાઈન ફરિયાદ કરો તેવો ઉધ્ધત જવાબ મળી રહ્યો છે.

સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં અડાજણ પાટિયા પર માથાભારે દબાણ કરનારાઓનો ત્રાસ છે. હાલ લોક ડાઉમાં જ મ્યુનિ.ના સ્ટાફ પર આ દબાણ કરનારાઓએ હુમલો કર્યો હતો. માથાભારે દબાણ કરનારાઓ માસ્ક વિના જ ધંધો કરી રહ્યાં હોવા ઉપરાંત જાહેરમાં પાન માવા ખાઈને થુંકી રહ્યાં હોવાની ગંભીર ફરિયાદ એક મહિલાએ રાંદેરના અડાજણ વોર્ડના સેનેટરી ઈન્સ્પેક્રટરને કરી હતી તેને કડવો અનુભવ થયો હતો.

હાલ સોશ્યલ મિડિાય પર એક વિડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં મહિલા પોતાની આપવિતિ જણાવી રહી છે. ક્રિષ્નાબહેન નામની એક મહિલા કહે છે, તેઓ ખરીદી માટે અડાજણ પાટિયા વિસ્તારમાં ગયાં હતા જ્યાં ફ્રુટ- શાકભાજી વેચતાં કેટલાક લોકો માસ્ક વિના છે અને પાન માવો ખાઈને જાહેર રસ્તા પર થુંકી રહ્યાં છે.

મ્યુનિ. તંત્રે જાહેરમાં થુંકે તો કોરોના ફેલાઈ શકે તેવી વાત મ્યુનિ. કમિશ્નર વારંવાર લોકોને કહી રહ્યા છે. તે સાંભળીને મહિલા અડાજણ વોર્ડ ઓફિસમાં ફરિયાદ કરવા માટે આવી હતી. જ્યાં સેનેટરી ઈન્સપેક્ટર સુતરીયાનો ફોન નંબર લઈને ફોન પર ફરિયાદ કરી હતી.

મહિલાએ સુતરીયાને ફોન કરતાં તેઓએ કહ્યું હતુ કે, આ મારો પર્સનલ નંબર છે અને હુ હાલ રીશેશમાં ઘરે છું તમે ઓન લાઈન ફરિયાદ કરો મને ફોન કરવાનો નહીં. ત્યાર બાદ મહિલાએ ઉપરી અધિકારીને વાત કરીને સ્થાનિક કોર્પોરેટરને ફરિયાદ કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.