કોરોના વાયરસ સાથે બીજી એક બીમારીથી પણ ઝઝૂમી રહ્યો આ દેશ, અત્યાર સુધી 4 લોકોના થયા મૃત્યુ

કોરોના વાયરસનો ખતરો આખી દુનિયામાં ફેલાયેલો છે અને  હજુ સુધી આ વાયરસનું કોઈ નિદાન મળ્યું નથી, લાખો લોકો તેનાથી સંક્રમિત થયા છે અને હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવી બેઠા છે ત્યારે કોંગો દેશ એવો છે જે કોરોના સાથે એક બીજી મહામારીનો પણ શિકાર થઇ રહ્યો છે. અને અત્યાર સુધીમાં આ દેશમાં 4 લોકોએ આ બીમારીથી પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

કોંગોમાં પહેલાથી જ ભૂખમરી, તીડનાં આક્રમણ અને કોરોના વચ્ચે હવે ઇબોલાએ પણ માથું ઊંચક્યું છે ત્યારે કોંગો માટે એક નવી મુસીબત માથા ઉપર આવીને ઉભી છે. આ મુસીબતનું નામ છે ઇબોલા વાયરસ કાંગોના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા સોમવારે કહેવામાં આવ્યું છે કે પશ્ચિમી શહેર મબંડાકામાં ઇબોલા વાયરસ ના નવા ઘણા મામલા સામે આવ્યા છે. જેમાં 4 મરીજોના મૃત્યુ પણ થઇ ગયા છે. વર્ષ 2018 બાદ બીજીવાર કાંગોમાં ઇબોલા વાયરસના નવા મામલા સામે આવ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડરો સે કહ્યું છે કે કોંગોના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વાયરસની માહિતી મળી છે. તેમના જણાવ્યા અનુસાર કોંગોના આ શહેરમાંકોરોના વાયરસનો અત્યારસુધી એક પણ મામલો સામે નથી આવ્યો પરંતુ કોંગોમાં ઇબોલાના નવા મામલા સામે આવ્યા છે. સમગ્ર કોંગોમાં અત્યાર સુધી કોરોના વાયરસના 3000 નવા મામલા સામે આવી ગયા છે. જો કે તેમના જણાવ્યા નાસૂર ઇબોલા અને કોરોનાને એકબીજા સાથે કોઈ સંબંધ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.