MoHFWના બે નિષ્ણાંતોનો દાવો, આ મહીના સુધીમાં ભારતમાંથી કોરોના નાબુદ થશે

દર્દીઓની સંખ્યા અને આ મહામારીથી રિકવર થયેલા લોકોની સંખ્યા સરખી થઈ જશે ત્યારે મહામારીનો અંત આવશે

ભારતમાં કોરોના મહામારીના અંતને લઈ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય (MoHFW)ના બે સાર્વજનિક સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ કરેલા દાવા પ્રમાણે દેશમાંથી મધ્ય સપ્ટેમ્બર સુધીમાં કોવિડ-19નો આતંક સમાપ્ત થઈ શકે છે. નિષ્ણાંતોએ આ માટે ગાણિતીક મોડલના આધારે કરવામાં આવેલા વિશ્લેષણના ઉપયોગનો દાવો કર્યો છે. જો આ દાવો સાચો પડશે તો તે દેશ માટે સારા અને ખરાબ બંને સમાચાર લાવી શકે છે.

ગાણિતીક મોડલના વિશ્લેષણ પ્રમાણે જ્યારે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા અને આ મહામારીથી રિકવર (સાજા) થયેલા લોકોની સંખ્યા સરખી થઈ જશે ત્યારે ગુણાંક 100 ટકાએ પહોંચી જશે અને મહામારીનો અંત આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડીજીએચએસ દ્વારા તૈયાર કરવામાં આવેલું વિશ્લેષણ એપિડેમિયોલોજી ઈન્ટરનેશનલ નામના ઓનલાઈન જર્નલમાં છપાયું છે.

તેમણે બેલીના મેથેમેટિકલ મોડલનો ઉપયોગ કર્યો હતો જે મહામારીના કુલ આકારના વિતરણને ધ્યાનમાં રાખીને વિશ્લેષણ કરે છે. તે અંતર્ગત સંક્રમણ અને નિવારણ બંને થાય છે. ડોક્યુમેન્ટ પ્રમાણે ભારતમાં કોરોના વાયરસ મહામારી વાસ્તવિક રીતે બીજી માર્ચથી શરૂ થઈ હતી. તે સમયથી લઈને અત્યાર સુધી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. નિષ્ણાંતોએ તેનું વિશ્લેષણ કરવા માટે પહેલી માર્ચથી 19મી મે સુધીનો વાયરસનો ડેટા એનેલાઈઝ કર્યો હતો.

રિસર્ચ પેપર પ્રમાણે ભારતમાં બેલીનો રિલેટિવ રિમુવલ રેટ કોરોના વાયરસનું લીનિયર રિગ્રેશન એનાલિસીસ દેખાડે છે જેમાં સપ્ટેમ્બર મધ્ય સુધી આ રેખા 100 સુધી પહોંચી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.