બિહારમાં ભાજપની ચૂંટણી તૈયારીઓ ચાલુ, આજે યોજાશે અમિત શાહની પહેલી વર્ચ્યુઅલ રેલી

72,000 બૂથ ઉપરાંત 45 જિલ્લાના 9547 શક્તિ કેન્દ્ર, 1099 મંડળોમાં ભાજપના કાર્યકરો અમિત શાહનું સંબોધન સાંભળશે

 

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે હાહાકાર વ્યાપેલો છે ત્યારે ભારતમાં આ સંકટ વચ્ચે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી આજે બિહારમાં ચૂંટણીનું બ્યુગલ ફુંકવા જઈ રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ફેસબુક લાઈવ પર રેલી યોજીને બિહારમાં ભાજપનું ચૂંટણી બ્યુગલ ફુંકવા જઈ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલના કહેવા પ્રમાણે રાજ્યની 243 વિધાનસભા બેઠકો માટે આશરે એક લાખ લોકોને ફેસબુક લાઈવ દ્વારા જોડવામાં આવશે.

કોવિડ-19 મહામારીના કારણે કોઈ મોટી રાજકીય સભા ન યોજી શકાય માટે ભાજપ બિહારમાં પોતાની પ્રથમ વર્ચ્યુઅલ રેલી ‘બિહાર જનસંવાદ’ને સફળ બનાવવા કમર કસી રહ્યું છે. અમિત શાહની સાથે કાર્યકરો પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ રેલીમાં સામેલ થશે. બિહારમાં આ વર્ષે ઓક્ટોબર કે નવેમ્બર મહીનામાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે ત્યારે અમિત શાહની આ રેલીને બિહારમાં ભાજપના ચૂંટણી પ્રચાર તરીકે જોવામાં આવી રહી છે ્

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળે થોડા દિવસ પહેલા જ ચૂંટણી તૈયારીઓ શરૂ કરેલી અને તેના અનુસંધાને તેજસ્વી યાદવે બસ રેલી યોજી હતી પરંતુ ઓનલાઈન રેલીની રીતે જોઈએ તો ભાજપે આ કામ સૌથી પહેલા શરૂ કર્યું છે. આ રેલી ભાજપના એક મહીના સુધી ચાલનારા અભિયાનનો હિસ્સો છે જેમાં મોદી સરકારની ઉપલબ્ધિઓને રેખાંકિત કરવામાં આવી રહી છે. બિહારમાં ભાજપે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જદયુ (જેડીયુ) અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની લોજપા સાથે ગઠબંધન કરેલું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.