ભારત અને ચીન બંને શાંતિપૂર્વક સરહદીય વિવાદ ઉકેલવા ઇચ્છે છે : વિદેશ મંત્રાલય

ભારત અને ચીન સરહદ પર ચાલી રહેલા વિવાદને લઇને શનિવારે બંને પક્ષ વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચા થઇ. જેને લઇને રવિવારે વિદેશ મંત્રાલયે કહ્યુ કે બંને પક્ષ પરિસ્થિતિનો ઉકેલ લાવવા અને સરહદીય વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે સૈન્ય વ્યૂહરચનાત્મક કનેક્શન જાળવી રાખશે. આ ચર્ચા ચુશુલ-મોલ્ડો વિસ્તારમાં થઇ હતી.

મંત્રાલયે કહ્યુ, ‘બંને પક્ષ દ્વિપક્ષીય કરાર અનુસાર સરહદીય વિસ્તારમાં શાંતિપૂર્વક સમાધાન કરવા માટે સહમત થયા અને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખતા ભારત-ચીન સરહદીય વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સમગ્ર વિકાસ માટે આવશ્યક છે.’

મંત્રાલયે કહ્યુ, ‘બંને પક્ષોએ કહ્યુ કે આ વર્ષે બંને દેશ (ભારત અને ચીન) વચ્ચેના રાજકીય સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ છે અને સહમતિ વ્યક્ત કરી કે સાથે મળીને એક પ્રારંભિક સંકલ્પ સંબંધની આગળ વિકાસમાં યોગદાન આપવામાં આવશે.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.