– દર્દીઓ છૂપાવવા ભારતમાં કોરોનાના પૂરતા પ્રમાણમાં ટેસ્ટ જ કરાતા ન હોવાની ચર્ચા જોન હોપકિંન્સ યુનિ. મુજબ 2.43 લાખ કેસ સાથે ભારત વિશ્વમાં પાંચમા ક્રમે
ભારતમાં લૉકડાઉન ખૂલતાં હાલ કોરોનાના કેસ ત્રણ સપ્તાહમાં બમણા થઈ રહ્યા છે અને અહીં ‘કોરોના વિસ્ફોટ’ થવાનું જોખમ છે. જોકે, હાલ ભારત સહિત દક્ષિણ એશિયામાં કોરોનાની સ્થિતિ હજી વિસ્ફોટક બની નથી, પરંતુ તેનું જોખમ યથાવત્ છે. ભારતમાં લૉકડાઉન ખોલી નંખાયું હોવાથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ – ડબલ્યુએચઓ)એ ચેતવણી આપી છે. બીજીબાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અને ચીનમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવે તો બંને દેશોમાં કોરોનાના કેસ અમેરિકા કરતાં પણ વધુ નોંધાઈ શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના ઈમર્જન્સી બાબતોના ટોચના નિષ્ણાત ડૉ. માઈક રેયાને જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ગીચ વસતીવાળા બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ હાલ કોરોનાનો વિસ્ફોટ થયો નથી, પરંતુ તેનું જોખમ યથાવત્ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે લૉકડાઉનમાં છૂટછાટ આપવાથી કેટલાક દેશોમાં કોરોનાના કેસમાં નોધપાત્ર ઊછાળો આવી શકે છે. હાલ મહામારીના કેન્દ્રમાં મધ્ય, દક્ષિણ અને ઉત્તર અમેરિકા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમમાં છૂટ અપાઈ તો લોકોએ માની લીધું કે મહામારી ખતમ થઈ ગઈ, પરંતુ હકીકતમાં મહામારી ખતમ નથી થઈ. દુનિયામાં કોરોનાનો એક પણ દર્દી છે ત્યાં સુધી આ બીમારી ખતમ થઈ શકે નહીં.
દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને ચીનમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ વધારવામાં આવે તો આ દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા અમેરિકા કરતાં પણ વધુ હશે. તેમણે કહ્યું કે અમેરિકામાં બે કરોડથી વધુ લોકોના કોરોનાના ટેસ્ટિંગ થયા છે. જોન હોપકિન્સ કોરોના વાઈરસ સંશાધન કેન્દ્ર મુજબ અમેરિકામાં અંદાજે ૨૦ લાખ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે. ૧,૦૯,૦૦૦ સંક્રમિતોના મોત થઈ ગયા છે જ્યારે ભારત અને ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨.૨૮ લાખ અને ૮૪,૧૧૭૭ છે.
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૪૦ લાખ લોકોના કોરોનાનું ટેસ્ટિંગ થઈ ગયું છે. આ આંકડાઓ પર ટીપ્પણી કરતાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ બે કરોડ લોકોના પરીક્ષણ કર્યા છે. તમે ટેસ્ટિંગ જેટલું વધુ કરશો તેના પ્રમાણમાં કોરોનાના કેસ સામે આવશે. અમે વધુ ટેસ્ટિંગ કરીએ છીએ તેથી અમારા ત્યાં કેસ વધુ છે. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસ અંગે ફરી એક વખત ચીનને ઘેર્યું છે. તેમણે કહ્યું કે કોરોના વાઈરસ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.