ચીનમાં અમેરિકાના વિમાનોના સંચાલનને મંજૂરી મુજબ જ યુએસ ચીનના વિમાનો અંગે નિર્ણય કરશે
કોરોના વાઈરસની મહામારી દરમિયાન પણ અમેરિકા અને ચીન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ટ્રેડ વોર પછી કોરોના મુદ્દે ટ્રમ્પ તંત્રે ચીન પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. ચીન પર હુમલાના ભાગરૂપે ટ્રમ્પ તંત્રે તાજેતરમાં ચીનથી આવતી બધી જ ફ્લાઈટ્સના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, હવે અમેરિકન તંત્રે તેના આ નિર્ણયમાં યુ-ટર્ન લીધો છે એન ચીનથી આવતા કેટલાક વિમાનોને પ્રવેશ આપવાની મંજૂરી આપી છે.
ટ્રમ્પ તંત્રે શુક્રવારે જણાવ્યું હતું કે હવે અમેરિકામાં ચીનની એરલાઈન્સને મર્યાદિત સંખ્યામાં જ ઉડ્ડયનનું સંચાલન કરવા દેવામાં આવશે. ચીન દ્વારા કોરોના અંગે લગાવાયેલા પ્રતિબંધો ઓછા કરવા અને તેમના ત્યાં વધુ સંખ્યામાં વિદેશી વિમાનોના સંચાલનની મંજૂરી આપ્યા પછી અમેરિકન તંત્રે આ તાજો નિર્ણય લીધો છે.
અમેરિકન પ્રતિબંધોએ અમેરિકન એરલાઈન્સ યુનાઈટેડ અને ડેલ્ટાના કોમર્શિયલ વિમાનોના સંચાલનને અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી શરૂ કરવાનો રસ્તો બંધ કરી દીધો હતો. અમેરિકન ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે અમેરિકા અને ચીન વચ્ચે દર સપ્તાહે ચીનની પ્રવાસી એરલાઈન્સને બે રાઉન્ડ ટ્રીપ ઉડ્ડયનને મંજૂરી અપાશે. તેની સંખ્યા એટલી જ હશે, જેટલી ચીન અમેરિકાના કોમર્શિયલ વિમાનોને સંચાલિત કરવાની મંજૂરી આપશે.
હાલ અમેરિકા અને ચીન વચ્ચે ચીનની ચાર એરલાઈન્સના વિમાન ઉડ્ડયન કરે છે. બીજીબાજુ કોરોના વાઈરસના પગલે અમેરિકાની યુનાઈટેડ એરલાઈન્સ, ડેલ્ટા એરલાઈન્સ અને અમેરિકન એરલાઈન્સના ઉડ્ડયનો સંપૂર્ણપણે બંધ છે. યુનાઈટેડ એરલાઈન્સ અને ડેલ્ટા એરલાઈન્સે આ મહિેન ફરીથી ઉડ્ડયનોના સંચાલન માટે ચીનની મંજૂરી માંગી હતી.
અમેરિકાના ટ્રાન્સપોર્ટ વિભાગે બુધવારે ચીનની એરલાઈન્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય પછી ચીનના ઉડ્ડયનો પર અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાવાનું જોખમ હતું. અમેરિકા અને ચીન વચ્ચે ફ્લાઈટ્સ અંગે વર્તમાન સમજૂતીનું ચીને પાલન ન કરતાં અમેરિકાએ પણ ચીનની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.