એમેઝોનની મોનોપોલી સારી વાત નથી, તેની સાથે વેપાર બંધ કરો : ઈલોન મસ્ક

– એમેઝોનના કિન્ડલે કોરોના વિશેનું પુસ્તક પ્રગટ ન થવાં દેતા વિવાદ

– મસ્ક અને બેઝોસ બન્ને અવકાશ પ્રવાસમાં એકબીજાના હરિફ છે

 

અમેરિકી ઉદ્યોગપતિ અને સ્પેસ એક્સના સીઈઓ ઈલોન મસ્કે ટ્વીટ કરીને એમેઝોન સાથેના સબંધો પુરા કરવાની સલાહ આપી હતી. તેનું કારણ એમેઝોન કિન્ડલમાં એક બૂક પ્રગટ કરવા અંગે થયેલો વિવાદ હતો. એમેઝોનની કિન્ડલ નામની સર્વિસ છે, જેમાં ઓનલાઈન પુસ્તકો વાંચવા મળે છે. પુસ્તકો વાંચવા ઉપરાંત હવે લેખકો પોતાનું પુસ્તક પોતે જ પ્રગટ કરી શકે એ માટે એમેઝોને કિન્ડલમાં સુવિધા ઉભી કરી છે. પરંતુ એક લેખકે ફરિયાદ કરી હતી કે તેમનું પુસ્તક કોરોના પર હોવાથી એમેઝોને પ્રગટ કરવાની મંજૂરી આપી ન હતી.

આ મુદ્દે ઈલોન મસ્કે એમેઝોનના સીઈઓ જેફ બઝોસને ટેગ કરીને ટ્વીટ કરી હતી કે પુસ્તક પ્રકાશનમાં મોનોપોલી છે, માટે એમેઝોન ના પાડે છે. કોઈનીય મોનોપોલી સારી વાત નથી. એમેઝોનની પણ નહીં. એટલે હવે સમય આવી ગયો છે કે એમેઝોન સાથે વેપાર બંધ કરવામાં આવે. ઈલોન મસ્કને ફોલો કરનારો વર્ગ આખી દુનિયામાં છે. તેની આ ટ્વીટની અસર તેમના ફોલોઅર્સ પર થાય તો એમેઝોન માટે મુશ્કેલી સર્જાઈ શકે. મસ્કે ટ્વીટમાં કહ્યું હતું કે બેઝોસ ઝઘડાને પ્રોત્સાહન આપે છે.

મસ્ક અને બેઝોસ બન્ને અબજોપતિ છે અને બન્ને વચ્ચે પણ સમાનતા છે કે તેઓ સ્પેસ રેસમાં ઉતરેલા છે. ઈલોનના રોકેટ સ્પેસ એક્સે હજુ ગયા અઠવાડિયે જ અમેરિકી અવકાશયાત્રીઓને લૉન્ચ કર્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.