જનધન ખાતામાં 500 રૂપિયાનો અંતિમ હપ્તો 10મી જૂન સુધીમાં આવશે, અંતિમ હપ્તો વહેંચાયો પાંચ તબક્કામાં

કુલ જનધન ખાતાઓ પૈકીના 53 ટકા એટલે કે, 20.05 કરોડ ખાતાઓ મહિલાઓના નામે

 

કોરોના સંકટના કારણે લોકડાઉન વચ્ચે સરકારે મહિલાઓના જનધન ખાતાઓમાં ત્રણ મહીના સુધી 500-500 રૂપિયા જમા કરવાની જાહેરાત કરી હતી. તે અંતર્ગત પહેલો હપ્તો એપ્રિલ મહીનામાં અને બીજો હપ્તો મે મહીનામાં જમા કર્યો હતો અને પાંચમી જૂનથી ત્રીજો હપ્તો જમા કરવાની શરૂઆત થઈ ગઈ છે.

હકીકતે કોરોના મહામારીના સંકટ વચ્ચે ગરીબોને સીધી મદદ પહોંચાડવા સરકારે 26મી માર્ચના રોજ મહિલાઓના જનધન ખાતામાં એપ્રિલથી ત્રણ મહીના સુધી 500 રૂપિયા પ્રતિ માસ તે રકમ જમા થશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે પાંચમી જૂનથી ત્રીજા હપ્તાની શરૂઆત થઈ ગઈ છે અને 10મી જૂન સુધી મહિલાઓના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે.

મહિલાઓના જનધન ખાતામાં પાંચ તબક્કામાં અંતિમ હપ્તો જમા કરવામાં આવશે અને તેના લાભાર્થીઓ બેંક બ્રાંચમાં જઈને કે પછી એટીએમ દ્વારા પોતાના પૈસા ઉપાડી શકશે. સરકારે ખાતાધારક મહિલાઓને ઉતાવળમાં એકસાથે પૈસા ઉપાડવા બેંકમાં ધસારો ન કરવાની વિનંતી કરી છે. સાથે જ પૈસા ઉપાડતી વખતે કે એટીએમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જણાવ્યું છે. ભીડ ન થાય તે ઉદ્દેશ્યથી જ સરકારે પાંચ તબક્કામાં મદદ રાશિ બેંક ખાતામાં જમા કરવાનો નિર્ણય લીધો છે.

જે મહિલા જનધન ખાતાધારકોના બેંક એકાઉન્ટ નંબરનો અંતિમ અંક 0 કે 1 હશે તેમના ખાતામાં 5મી જૂને અને જે એકાઉન્ટ નંબરના અંતમાં 2 કે 3 આવે છે તેમના ખાતામાં 6 જૂને પૈસા જમા થઈ ગયા છે. તે સિવાય જે લાભાર્થીઓના જનધન ખાતાના નંબરમાં અંતમાં 4 કે 5 આવે છે તેમના ખાતામાં 8મી જૂને, એકાઉન્ટ નબંરના અંતમાં 6 કે 7 આવે છે તેમના ખાતામાં 9 જૂને મદદ રાશિ જમા થઈ જશે. જ્યારે જે એકાઉન્ટ નંબરના અંતમાં 8 કે 9 આવે છે તે લાભાર્થીઓ 10મી જૂનના રોજ પૈસા ઉપાડી શકશે.

જે લોકોએ હજુ સુધી જનધન ખાતુ નથી ખોલાવ્યું તેઓ નજીકની સરકારી કે ખાનગી બેંકમાં જઈને ઝીરો બેલેન્સ પર આ ખાતું ખોલાવી શકે છે. કુલ જનધન ખાતાઓ પૈકીના 53 ટકા ખાતાઓ મહિલાઓના નામે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.