કોરોના મહામારીના લીધે છેલ્લાં કેટલાંક મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. તેને લઇ વાલીઓ સતત ચિંતિત છે. ઉનાળા વેકેશન બાદ ફરી કયારે સ્કૂલ શરૂ થશે તેને લઇ ગણગણાટ ચાલતો હતો. આ ચર્ચાઓની વચ્ચે આજે મોટી જાહેરાત થઇ. વિદ્યાર્થી, શિક્ષકો અને પેરેન્ટસના કેટલાંય સપ્તાહના ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે સ્કૂલો અને કોલેજે ઓગસ્ટ 2020 બાદ જ ખૂલશે. બની શકે કે 15મી ઓગસ્ટ 2020 બાદ શૈક્ષણિક સંસ્થાન ખોલવામાં આવે. આ વાત ડૉ.રમેશ પોખરિયાલે એક ઇન્ટરવ્યુમાં કહી છે.
આપને જણાવી દઇએ કે આ સંબંધમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડ.રમેશ પોખરિયાલ નિશંકને ફરીથી શાળાઓ ખોલવાની યોજના પર પત્ર લખ્યો હતો. આ વાતની માહિતી તેમણે ગઇકાલે ટ્વીટના માધ્યમથી આપી હતી.
તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે ‘સમય આવી ગયો છે કે કોરોનાને સહઅસ્તિત્વ સ્વીકારતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવેસરથી નક્કી કરવામાં આવે…’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.