અમદાવાદમાં ચોમાસાને લીધે રોડ અને રસ્તાની હાલત ડિસ્કો રોડ બની છે. જ્યાં ત્યાં ખાડા ખાબોચિયાની કોઈ નવાઈ જ નથી ત્યારે શુક્રવાર રાતે બે યુવતીઓ ગરબા પતાવીને પોતાના સ્કૂટર ઉપર ઘરે પરત જઈ રહી હતી ત્યારે GMDC ઓવર બ્રિજ પાસેના ખાડામાં પડી હતી. બે યુવતીમાંથી એક 18 વર્ષની યુવતીનું સારવાર દરમિયાન મોત થયુ છે જ્યારે બીજીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ટ્રાફિક નિયમો જનતા માટે જ છે? ખાડાને લીધે જે યુવતીનો જીવ ગયો તો રોડ રસ્તા બનાવનાર તંત્રને કોઈ સજા કે દંડ થશે? આ અંગે લોક જુવાળ જાગી રહ્યો છે.
અમદાવાદ સહિત રાજ્યમાં ટ્રાફિકના કાયદા કડક બનાવાઈ રહ્યા છે ત્યારે ખાડાનગરી અમદાવાદનો એક દિલધડક કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે મોડી રાતે ગરબા પતાવીને પોતાને ઘેર પરત ફરી રહેલી યુવતીઓમાંથી એક યુવતીનો રોડ ઉપરના ખાડાએ ભોગ લીધો છે. ત્યારે રોડ રસ્તા મામલે તંત્ર સામે પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે. હેલમેટ અને PUC માટે દંડતુ તંત્ર જીવલેણ ખાડા માટે કોને દંડશે? એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
શુક્રવારે રાતે ગરબા પતાવીને 18 વર્ષની વૈભવી પરમાર અને પ્રિંયકા સેનમા ઘરે પરત ફરી રહ્યા હતા. આ યુવતીઓ સ્કુટર ઉપર મોડી રાતે પરત આવી રહી હતી ત્યારે GMDC ગ્રાઊન્ડ ઓવરબ્રિજ પાસે એક ખાડો પડ્યો છે જેમાં અજાણતા જ બંને છોકરીઓ સ્કુટર લઈને ખાબકી પડી હતી ત્યારે વૈભવીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રિંયકાને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. સ્કુટર પ્રિયંકા ચલાવતી હતી. બંનેને સારવાર માટે તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જેમાં વૈભવીનું ગંભીર ઈજાઓને કારણે મોત થયુ છે. જ્યારે પ્રિયંકા હજુ સારવાર લઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.