એડલ્ટ સિરિઝમાં ભારતીય સેનાનુ અપમાન કરતા દ્રશ્યો,એકતા કપૂરને 100 કરોડની નોટિસ

ટીવી અને ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂર પોતાની લેટેસ્ટ વેબ સિરિઝના કારણે લોકોના નિશાના પર આવી ગઈ છે.

પોતાની એડલ્ટ વેબ સિરિઝમાં એકતા કપૂરે સેનાના જવાનોની પત્ની વાંધાજનક દ્રશ્યો બતાવ્યા છે. જેને લઈને  સોશ્યલ મીડિયા પર લોકો તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. બિગ બોસના પૂર્વ સ્પર્ધક અને સોશ્યલ મીડિયા પર લોકપ્રિય હિન્દુસ્તાની ભાઉએ એકતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દરમિયાન હિન્દુસ્તાની ભાઉએ એકતા કપૂરને એક લિગલ નોટિસ આપીને આ સિરિઝમાં સેનાના કરેલા અપમાન બદલ 100 કરોડ રુપિયાની પેનલ્ટી ભારત સરકારને ચુકવવા માટે ચીમકી આપી છે.ભાઉના વકીલે કહ્યુ હતુ કે, એકતા કપૂરે તમામ વાંધાજનક દ્રશ્યો હટાવવા પડશે અને વચન આપવુ પડશે કે ભવિષ્યમાં સેનાનુ આ રીતે પડદા પર અપમાન કરતા દ્રશ્યો નહી બતાવે.

વકીલના નિવેદન બાદ એવુ પણ સામે આવ્યુ છે કે, એકતા કપૂરની વેબ ચેનલને બેન કરવા માટે પણ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

દરમિયાન એકતા કપૂરે વિવાદ પર સફાઈ આપતા હ્યુ છે કે, એક નાગરિક અને સંગઠન તરીકે હું ભારતીય સેનાનુ બહુ જ સન્માન કરુ છું અને આપણી સુરક્ષામાં તેમનુ બહુ મોટુ યોગદાન છે તે હું માનુ છું. જો મને સેનાના માન્યતા પ્રાપ્ત કોઈ પણસંગઠન દ્વારા માફી માંગવાનુ કહેવામાં આવશે તો હું વગર કોઈ શરતે માફી માંગવા તૈયાર છું.

ઉલ્લેખનીય છે કે, આ વિવાદ બાદ એકતા કપૂરને સોશ્યલ મીડિયા પર રેપ અને મર્ડરની પણ ધમકીઓ મળી ચુકી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.