સુરત નવી સિવિલ કોવિડ હોસ્પિટલના કેમ્પસમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં ગભરાટ

 

સુરત નવી સિવિલ અત્યારે સંપૂર્ણ કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે તેવા સમયે નવી સિવિલ કેમ્પસમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાતા ત્યાંથી પસાર થતાં વ્યક્તિઓમાં ગભરાટ જોવા મળી હોવાનું જાણવા મળે છે.

સુરત શહેરમાં વરસાદ પડતા નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ સહિતના શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જોકે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ટ્રોમા સેન્ટર, રેડિયોલોજી વિભાગ પાસે, સુમુલ પાર્લર નજીકમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે સહિતના કેટલાક જગ્યાઓમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.

જેને લીધે ત્યાંથી પસાર થતા વ્યક્તિઓને તકલીફ પડી હતી કે સાથે કેટલાક વ્યક્તિઓમાં ગભરાટ જોવા મળી હતી કારણ કે કોરોના પોઝિટિવ દર્દી ભરાયેલા પાણીમાં ઠુંકીયો ન હોય તેવી ચિંતા સતાવતી હતી.

સિવિલના ડોક્ટરે ઓનકાર ચૌધરીએ જણાવ્યું કે અમુક કોરોના સંક્રમિત વ્યક્તિઓને લક્ષણ દેખાતા નથી જેથી તે વ્યક્તિને ખબર નથી કે તે કોરોનામા સપડાયેલા છે આવા અથવા કોરોના પોઝિટિવ દર્દીઓ ભરાયેલા વરસાદી પાણીમાં ઠુંકે કે ગળફો કાઢે તો તે વ્યક્તિનો ચેપ અન્ય વ્યક્તિને લાગવાની શક્યતા છે. જેથી હાલમા સુરત કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે શહેરમાં વરસાદી પાણીમાં માંથી પસાર થવા પહેલા અને બાદમાં લોકોએ ખાસ સાવચેતી અને તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.

નોંધનીય છે કે ધોધમાર વરસાદ પડે એટલે નવી સિવિલ કેમ્પસમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે. તેવા સમયે પાણી માટે પસાર થતાં દર્દી કે તેમના સંબંધી સહિતના વ્યક્તિઓએ હાલમાં સાવચેતી અને તકેદારી રાખવી જોઈએ. આવા સંજોગોમાં નવી સિવિલ તંત્રએ પણ વરસાદી પાણી નહીં ભરાય તે માટે વ્યવસ્થા અને યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.