છૂટછાટ મળ્યા પછી, અનલોક-1માં તા.1લીથી હીરા બજારમાં ઓફિસો અને કેબીનો ખુલી ગઈ છે, પરંતુ વેપારીઓ અને દલાલોની હાજરી ખૂબ જ પાંખી છે. માંડ 10 થી 15 ટકા લોકોની હાજરી જોવા મળે છે. જોકે સવારના 11:00 વાગ્યે શરૂ થતું બજાર બપોરના 2:00 વાગ્યે તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.
હીરા બજારમાં સંખ્યાબંધ ઓફિસો હજુ ખુલી શકી નથી. જ્યારે કેબીનો તો સોશિયલ ડિસ્ટન્સીગના અમલને કારણે શરૂ થઈ શકે એવી સ્થિતિમાં નથી. ઓટલા ઉપર કામકાજ થાય છે તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે્ હીરા બજારમાંના ઓટલાઓ ખાલી છે.
અત્યારે હીરા બજારમાં જે 10-15 ટકા લોકો આવે છે. તેઓ માત્ર ગપ્પાં મારીને સમય પસાર કરે છે. કોઈની પાસે કામ નથી. રફ કે પોલીશ્ડની અત્યારે લેવા માટે કોઈ આવતું નથી. રોડ ઉપર કે વાહનો પાસે ઉભા રહીને ગામ ગપાટા હાંકવામાં આવે છે. સમય પસાર કરવા માટે અત્યારે ઘણા પાસે બીજું કોઈ કામ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.