દિલ્હીના CM કેજરીવાલને તાવ આવ્યો અને ગળામાં ખરાશ, થશે કોરોના ટેસ્ટ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત લથડી છે. સીએમ કેજરીવાલને ગઈકાલથી હળવો તાવ અને ગળામાં ખરાશની ફરિયાદ કરી રહ્યા છે. હવે તેમનો કોરોના ટેસ્ટ કરાવામાં આવશે. ગઈકાલ બપોરથી તમામ મીટિંગ રદ કરી દેવામાં આવી અને સીએમ કેજરીવાલે કોઈની સાથે મુલાકાત કરી નથી. તેમણે પોતાને આઇસોલેટ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ દિલ્હીની કેજરીવાલ સરકારે હોસ્પિટલોના ભાગલા પાડી દીધા છે. કેજરીવાલ સરકારની કેબિનેટે નિર્ણય લીધો છે કે દિલ્હીની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાસીઓની સારવાર કરવામાં આવશે પછી ભલે તે સરકારી હોય કે ખાનગી ફક્ત દિલ્હીવાસીઓની જ સારવાર થશે. દિલ્હીમાં હાજર માત્ર કેન્દ્રની હોસ્પિટલોમાં જ દિલ્હીથી બહારવાળાઓની સારવાર થશે.

સીએમ અરવિંદ કેજરીવાલે ખુદ તેની જાહેરાત કરી હતી. દિલ્હી સરકારના ડૉકટર મહેશ વર્મા કમિટીએ આ ભલામણ કરી હતી. આ સિવાય જો દિલ્હી સરકારનું માનીએ તો તેમણે દિલ્હીવાળાઓ પાસેથી મંતવ્ય લીધા હતા અને દિલ્હીવાળાના અભિપ્રાય પર કેજરીવાલ સરકારે મ્હોર મારી દીધી કે દિલ્હી સરકારની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાળાની જ સારવાર થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.