રિક્ષાચાલકનુ નિવેદન/ ‘સાહેબ, વૃષ્ટિ અને શિવમ ખાલી એકબીજાની સામે હસતાં જ હતા’

વૃષ્ટિ અને શિવમ જે રિક્ષામાં બેસીને બને ગયા તે નારોલના રીક્ષા ચાલકને પોલીસે શોધ્યો, પોલીસે રીક્ષાના હૂડ પર લાગેલા એક કાળા પટ્ટા પરથી તેને શોધ્ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી વૃષ્ટિ જસુભાઈ (Vrushti jasubhai) અને શિવમ (Shivam)ના ગુમ થવાના કેસમાં પોલીસે (Police) રાત દિવસ એક કરીને મહેનત કરી છે ત્યારે પોલીસને અંશતઃ સફળતા મળી છે. બંને મિત્રો જે રીક્ષામાં બેસીને ઝૅવિયર્સ કૉલેજથી ગયા હતા તે રીક્ષાચાલકને પોલીસે રાત્રે 12 વાગ્યે શોધી કાઢ્યો હતો. રીક્ષા ચાલકે જણાવ્યું કે ‘સાહેબ, બંને કાંઇ બોલ્યા ન હતા માત્ર એક બીજા સામે હસતાં રહેતા હતા.’

અમદાવાદના (Ahmedabad)ના નવરંગપુરા (Navrangpura) વિસ્તારમાંથી જે બંને મિત્રો ગુમ થયા તેમાં એક બાદ એક નવા ખુલાસા થઇ રહ્યા છે. શિવમ છેલ્લા કેટલાય સમયથી તણાવમાં રહેતો હોવાથી તેની ખાસ મિત્ર વૃષ્ટિ તેની પાસે ગઇ હતી અને બાદમાં બંને ગુમ થયા હતા. બંને મિત્રો ઝૅવિયર્સ કૉલેજના ખૂણા સુધી ચાલતાં ગયા હતા અને બાદમાં ત્યાંથી એક રીક્ષા પકડી કાલુપુર સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે આ આખા રૂટના સી.સી.ટી.વી ફૂટેજ તપાસ્યા તો તેમાં એક કડી મળી.

પોલીસે હૂડ પર કાળા કલરનો પટ્ટો લાગેલી રીક્ષાની તલાસમાં આખા રસ્તામાં અનેક રીક્ષાઓ ચકાસી હતી ત્યારે એક જ એવી રીક્ષા હતા જેના હૂડ પર એક કાળા રંગનો પટ્ટો લાગ્યો હતો. પોલીસે તે રીક્ષાવાળાની શોધખોળ કરી તો રાત્રે 12 વાગ્યે માહિતી મળી કે તે રીક્ષાવાળો નારોલમાં રહે છે અને તેનું નામ અનિલ છે.

જેથી પોલીસ તેના ઘરે પહોંચી અને રીક્ષા જોઇ તો ફુટેજમાં દેખાયા પ્રમાણે જ હતી. પોલીસે તેની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે ‘કાલુપુર જવું છે તે સિવાય બંને મિત્રો આખા રૂટ પર કાંઇ બોલ્યા જ ન હતા. માત્ર એક બીજા સામે જોઇને હસ્યા કરતા હતા. જેથી પોલીસને હવે તેમાં પણ કાંઇ કડી ન મળતા પોલીસ મુંઝવણમાં મુકાઇ છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.