આગ્રામાં પાલતુ ગાયનો ચારો ખાઈ જનારા વાછરડાની માર મારીને હત્યા, બે આરોપીની ધરપકડ

મુંગુ જાનવર માર સહન ન કરી શકવાના કારણે ત્યાંને ત્યાં જ ઢળી પડ્યુ

કેરળમાં ગર્ભવતી હાથણી સાથેની ક્રૂરતા બાદ હવે આગ્રા ખાતે એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આગ્રાના થાણા એત્માદૌલા વિસ્તારમાં પાલતુ ગાયનો ચારો ખાઈ જવા મામલે ગાયના માલિક અને તેના મિત્રએ એક વાછરડાંને માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. મુંગા જાનવર સાથે આચરવામાં આવેલી ક્રૂરતાની આ સમગ્ર ઘટના નજીકમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જ્યારે આ સમગ્ર ઘટનાની તસવીરો સામે આવી તો લોકોને ભારે આંચકો લાગ્યો હતો અને વીડિયોમાં જોઈ શકાય છેકે એક ભૂખ્યા વાછરડાંએ ગાયનો ચારો ખાઈ લીધો તે જોતાં જ ગાયનો માલિક રાતોપીળો થઈ ગયેલો.

તેણે લાકડી લઈને વાછરડાંને માર મારવાનું ચાલુ કરી દીધું હતું અને તે સમયે ઘટનાસ્થળે પહોંચી ગયેલા તેના મિત્રએ પણ તેને સાથ આપ્યો હતો. નિર્દોષ પ્રાણી માર સહન ન કરી શકવાના કારણે ત્યાંને ત્યાં જ ઢળી પડ્યું હતું તથા

પોલીસને આ મામલે જાણ થતા તેમણે તાત્કાલિક બંને આરોપી રાહુલ અને રવિની ધરપકડ કરી હતી.

પોલીસે બંને આરોપી વિરૂદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમની કલમો અંતર્ગત કેસ દાખલ કર્યો છે અને બંને આરોપીને જેલભેગા કરી દીધા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.