સરકારની ઉદાસિનતા વિસ્ફોટ સર્જી શકે છે : ભારતમાં દસ લાખની વસ્તી દીઠ 3670ના જ કોરોના ટેસ્ટ

 ભારતમાં દસ લાખ ટેસ્ટિંગની રીતે વિશ્વના દેશોની તુલનામાં છેક 13માં ક્રમે

– હાલ જે પણ ટેસ્ટિંગ થાય છે તેમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ (TPR) ભયજનક રીતે વધુ આવ્યો છે

ગુજરાતમાં ૧૦ લાખની વસ્તી દીઠ ૫૮૭ જ ટેસ્ટ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રત્યેક દેશોને વધુને વધુ કોરોના ટેસ્ટ કરવાની સલાહ આપી છે અને જો તેમ નહીં થાય તો આગામી મહિનાઓમાં કોરોનાના દર્દીઓ અને મૃત્યુના આંકનો વિસ્ફોટ થશે તેવી ચેતવણી આપી છે.  આમ છતાં ભારત ટેસ્ટિંગની રીતે વિશ્વમાં ભારે બેદરકારી દાખવતા તળિયે છે. ચાર કરોડ કે વધુ વસ્તી ધરાવતા દેશો ગણીને વિશ્વમાં ૧૪ છે જેમાં ભારત દસ લાખ વસ્તી દીઠ કોરોના ટેસ્ટિંગની રીતે છેક ૧૩માં ક્રમે છે.

બે દિવસ અગાઉ જે પ્રાપ્ય આંકડા છે તે પ્રમાણે ભારતમાં ૫૦,૬૧,૩૩૨ નાગરિકોના જ ટેસ્ટ થયા છે જે દસ લાખની વસ્તી દીઠ ૩,૬૭૦ માંડ થાય છે. આની તુલનામાં સ્પેનમાં ૯૫૦૦૮, રશિયા ૯૨,૮૮૦ તેમજ યુ.કે., ઈટાલી, યુએસએ, જર્મની, ટર્કી, ફ્રાંસ, સાઉથ આપ્રિકા, ઈરાન, યુક્રેન અને બ્રાઝિલ ૧૦ લાખની વસ્તી દીઠ ટેસ્ટમાં આગળ છે.

ભારત હવે આગામી બે દિવસમાં જ સ્પેન, બ્રિટનના કુલ દર્દીઓના આંકને વટાવી વિશ્વમાં યુએસએ, બ્રાઝિલ અને રશિયા પછી ચોથા ક્રમે પહોંચી જવાનું છે. તબીબી જગતે એવું તારણ કાઢ્યું છે કે ભારતે લોકડાઉનના ચાર તબક્કામાં જે હદે ટેસ્ટિંગમાં ઉદાસિનતા બતાવી છે તે વધુ હજારોના મૃત્યુ માટે જવાબદાર ઠરી શકે તેમ છે.

લોકડાઉન ઊઠાવ્યા પછી પણ ટેસ્ટિંગમાં આઘાતજનક રીતે ગંભીરતા બતાવાતી નથી. ખરેખર તો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પર ટેસ્ટિંગની નીતિ છોડી દેવા કરતા તમામ ટોચના દેશોની જેમ કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી કડક નીતિ અને ટેસ્ટિંગ માળખું તેમજ લક્ષ્યાંકો જાહેર કરવાની તાકીદની જરૃર છે.

હવે જ્યારે મોડું થઇ ચૂક્યું છે ત્યારે ચેપ ખાસ્સો ફેલાઇ ચૂક્યો છે. જે નાગરિકોના ટેસ્ટ થાય છે તેઓના પોઝિટિવ આવે તેનું પ્રમાણ વધતું જાય છે. આ માટેનો દર TPR એટલે કે ‘ટેસ્ટ પોઝિટિવ રેટ’ કહેવાય. દિલ્હીમાં આ રેટ ૩૭.૮૨ આવ્યો છે એટલે પ્રત્યેક ૧૦૦ રેન્ડમ ટેસ્ટિંગમાંથી ૩૭ નાગરિકો પોઝિટિવ આવે છે. જોTPR ઊંચો આવે તો પોઝિટિવ દર્દીઓને તરત સારવાર તો મળવી જ જોઇએ પણ ખાસ્સો ચેપ પ્રસરી  ગયો હોઇ ટેસ્ટિંગ  ખૂબ જ મોટી સંખ્યામાં ઝડપથી  કરવા જોઇએ.

દેશભરમાં ટેસ્ટ થયા છે તેમાં રોજ સરેરાશ ૦.૫ ટકા ટીપીઆર વધી રહી છે. ભારતની સરેરાશ હાલ ૮.૨ ટકા છે પણ આ ટકાવારી સંપૂર્ણ ગેરમાર્ગે દોરનારી છે કેમ કે એક તો ભારતમાં ટેસ્ટિંગ જ સાવ તળિયે છે. જો ટેસ્ટિંગ પ્રતિ દસ લાખની વસ્તીએ એક લાખ થાય તો રોજ નવા હાલના નવ હજાર ઉપરાંત આઠ હજાર દર્દી ઉમેરાય.

ુપ્રત્યેક રાજ્યો પણ પોતાની રીતે પોઝિટિવ આંકડા ઓછા બતાવતા ટેસ્ટિંગ નથી કરતા અને કરે છે તો જે પરિણામ આવે તેને સમગ્ર રાજ્યનું હોય તે રીતે જાહેર કરે છે. ખરેખર મહારાષ્ટ્રમાં મુંબઇ, ગુજરાતમાં અમદાવાદ, તમિલનાડુમાં ચેન્નાઇ તેમજ પશ્ચિમ બંગાળમાં કોલકાતાના ટેસ્ટિંગ પરિણામ અલાયદા જાહેર કરવા જોઇએ અને તે શહેરો કુલ રાજ્યના ૭૦ ટકા ધરાવતા હોઇ ત્યાં ટેસ્ટિંગ દર પ્રત્યેક દસ લાખની વસ્તીએ ૧૦થી ૨૦ ટકા કરવાનું  નેટવર્ક ગોઠવવું જોઇએ.

મહારાષ્ટ્રમાં છેલ્લા સાત દિવસોમાં ૮૮,૩૧૬ ટેસ્ટમાંથી ૧૯૩૨૧ પોઝિટિવ આવ્યા જે ૩૬ ટકા ટીપીઆર  કહેવાય.  દિલ્હીમાં પણ ૩૩ ટકા ટીપીઆર છે. ગુજરાતમાં તો ૧૦ લાખની વસ્તી દીઠ ૫૮૭ ટેસ્ટ જ થયા છે. અને પછીથી સફળતા મળી હોય તેમ રાજ્ય સરકાર આંકડા જાહેર કરે છે કે રાજ્યની ટીપીઆર ૮.૫ જ છે.

કેન્દ્ર સરકારે હવે રોજના ૧.૪૨ લાખ ટેસ્ટીંગ કરવાનું શરૃ કર્યું છે પણ તે દર ઓછો છે અને કોરોનાના દર્દીઓ ટ્રેસ કરાશે તેના કરતા હજારો વગર ટેસ્ટે આગામી મહિનાઓમાં પોતે દર્દી જાહેર થશે

પણ સેંકડોને ચેપ લગવી ચૂક્યા હશે.

૧૦ લાખની વસ્તી દીઠ કોરોના ટેસ્ટમાં ભારત તળિયે

ક્રમ દેશ કુલ ટેસ્ટ દસ લાખ
      દીઠ ટેસ્ટ
૧) સ્પેન ૪૪,૬૫,૩૩૮ ૯૫,૦૦૮
૨) રશિયા ,૩૫,૪૫,૩૦૩ ૯૨,૮૮૦
૩) યુ.કે. ૫૮,૭૦,૫૦૬ ૮૬,૫૦૨
૪) ઈટાલી ૪૩,૧૮,૬૫૦ ૭૧,૪૨૨
૫) યુએસએ ,૨૧,૬૪,૪૯૪ ,૯૮૪
૬) જર્મની ૪૩,૪૮,૯૮૦ ૫૧૯૧૫
૭) ટર્કી ૨૪,૧૫,૧૭૯ ૨૮૬૫૫
૮) ફ્રાંસ ૧૩,૮૪,૬૩૩ ૫૧,૨૨૫
૯) દ.આફ્રિકા ,૬૮,૭૦૩ ૧૬,૩૩૫
૧૦) ઈરાન ૧૧,૨૮,૬૦૧ ૧૩,૪૪૭
૧૧) યુક્રેન ,૪૫,૯૪૦ ૧૦,૧૯૪
૧૨) બ્રાઝિલ ,૯૯,૮૩૬ ૪૭૦૬
૧૩) ભારત ૫૦,૬૧,૩૩૨ ૩૬૭૦
૧૪) મેક્સિકો ,૫૦,૦૫૫ ૨૭૭૧

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.