ભારતીય ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા ચીને પ્રોડક્ટમાં ‘મેડ ઈન PRC’ લખવાનું શરૂ કર્યું!

– ચીનનું સત્તાવાર નામ પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના હોવાથી તેનું ટૂંકું PRC થાય

– ભારતમાં ચાલતી ચીની પ્રોડક્ટના બહિષ્કારની જનજાગૃતિ ઝુંબેશમાંથી આબાદ બચીને હલકી ગુણવત્તાનો સામાન પધરાવી દેવાનો ચીનનો નવો પેંતરો

 

છેલ્લાં થોડાંક સમયથી વિવિધ પ્રોડક્ટ્સમાં આપણે ‘મેડ ઈન પીઆરસી’ નામ વાંચતા હોઈએ છીએ. અચાનક આ લેબલ લાગેલી પ્રોડક્ટ્સ માર્કેટમાં વધી ગઈ છે. કપડાંથી લઈને ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ વગરેમાં આપણે ‘મેડ ઈન પીઆરસી’ જોઈએ છીએ. આ મેડ ઈન પીઆરસી એટલે બીજું કશું નહીં, પરંતુ ‘મેડ ઈન ચાઈના’નું સુધારેલું નામ!

ભારતમાં ચીની પ્રોડક્ટના બહિસ્કારની જનજાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે. ચીની પ્રોડક્ટ ખરીદવાનું લોકો ટાળવા લાગ્યા છે. તેના બદલે વૈકલ્પિક પ્રોડક્ટ ઉપર પસંદગી ઉતારે છે. જરૂરી હોય એવી પ્રોડક્ટનો સ્વદેશી વિકલ્પ ન મળે તો લોકો ચીન સિવાયના દેશની પ્રોડક્ટ ખરીદી લેવાનું વધારે પસંદ કરે છે, પરંતુ સસ્તી પણ તકલાદી ચીની પ્રોડક્ટથી સરેરાશ ગ્રાહક વિમુખ થતો જાય છે.

આ સ્થિતિમાંથી આબાદ છટકીને પણ ગ્રાહકોને તેનો સામાન પધરાવી દેવા ચીની કંપનીઓ તૈયાર બેઠી છે. ચીને તેનો તોડ શોધી કાઢ્યો છે. ભારતીય જનમાનસમાં ‘મેડ ઈન ચાઈના’ શબ્દ નેગેટિવ થઈ ચૂક્યો છે એટલે હવે એ નામથી પ્રોડક્ટ પધરાવી નહીં શકાય એ સમજી ગયેલા ચીને હવે ‘મેડ ઈન પીઆરસી’ લખવાનું શરૂ કર્યું છે.

સરેરાશ ભારતીય ગ્રાહક એ વાત જાણતો નથી કે ‘મેડ ઈન પીઆરસી’ એ મેડ ઈન ચાઈનાનું જ બીજું નામ છે! ચીનનું સત્તાવાર નામ ‘પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના’ છે. પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈનાનું ટૂંકું નામ પીઆરસી છે. ચીને હવે તેની બધી જ પ્રોડક્ટમાં ‘મેડ ઈન પીઆરસી’ લખવાનું શરૂ કર્યું છે. એટલે કે ‘મેડ ઈન પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના’.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.