ચાલુ વર્ષે કોરોનાને મહામારીને પગલે ૪.૯ કરોડ લોકો તીવ્ર ગરીબીમાં ધકેલાઇ જશે ઃ યુએન

કોરોના મહામારીને પગલે લગભગ ૪.૯ કરોડ લોકો ચાલુ વર્ષે ભયંકર ગરીબીમાં  ધકેલાશે અને વૈશ્વિક જીડીપીમાં દરેક પોઇન્ટના ઘટાડાનો અર્થ થાય છે કે હજારો બાળકોનો વિકાસ રૃંધાઇ જશે. યુએનના વડા એન્ટોનિયો ગુટેરસે ચેતવણી આપી છે કે જો વિશ્વના દેશો દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સામે ખતરો પેદા થશે.

યુએન વડાએ વધુમાં જણાવ્યું છે કે વિશ્વના દેશો દ્વારા ખાદ્ય સુરક્ષા મુદ્દે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો લાખો બાળકો કુપોષિત બનશે તેવો ભય તોળાઇ રહ્યો છે.

હાલમાં વિશ્વની ૭.૮ અબજની વસ્તીની ભૂખ સંતોષવા માટે પૂરતું ભોજન હોવા છતાં હાલમાં ૮૨ કરોડ લોકો ભૂખ્યા રહે છે. જ્યારે પાંચ વર્ષની નીચેની ઉંમરના ૧૪.૪ કરોડ બાળકો અવિકસિત છે.

જે દેશોમાં ખાદ્યાન્નની કોઇ અછત નથી તેવા દેશોમાં પણ ખાદ્ય પુરવઠો ખોરવાઇ જવાનો ભય રહેલો છે. કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે તમામ દેશોએ સાથે મળીને લડવાની જરૃર છે.

યુએનના વડાએ વધુમાં જણાવ્યું છે કે આપણે એ વાત ન ભૂલવી જોઇએ કે તમામ ગ્રીનહાઉસ  ગેસ ઉત્સર્જનમાં ફૂડ સિસ્ટમનો ફાળો ૨૯ ટકા રહેલોે છે. તેમણે વિશ્વના તમામ દેશોને એવી ફૂડ સિસ્ટમની રચના કરવાની અપીલ કરી છે કે જેથી ઉત્પાદકો અને કામદાકો બંનેની જરૃરિયાતો પૂર્ણ થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.