ઉત્તરપ્રદેશમાં દસ શિક્ષકો પાસેથી 2.32 કરોડનો પગાર વસૂલવાની પ્રક્રિયા શરૂ

ઉ.પ્ર.માં દસ શિક્ષકો પાસેથી 2.32 કરોડનો પગાર વસૂલવાની પ્રક્રિયા શરૂ

20 જૂન સુધીમાં પગાર જમા કરાવવાનો આદેશ

આ શિક્ષકોએ નકલી પ્રમાણપત્રોને આધારે નોકરી મેળવી હોવાની જાણ થતાં જ તેમને બરતરફ કરાયા હતા

ઉતરપ્રદેશ સરકારે નકલી પ્રમાણપત્રોને આધારે નોકરી મેળવનારા ૧૦ શિક્ષકોના પગાર અને ભથ્થઓ પાછળ કરાયેલ ૨.૩૨ કરોડ રૃપિયાનો ખર્ચ પરત મેળવવાની પ્રક્રિયા શરૃ કરી દીધી છે.

દસ પૈકી છ શિક્ષકોને શ્રાવસ્તી જિલ્લામાંથી અને ચારને બહરાઇચ જિલ્લામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર બેઝિક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે શ્રાવસ્તી જિલ્લામાંથી છ શિક્ષકો પાસેથી ૧.૩૭ કરોડ રૃપિયા અને બહરાઇચ જિલ્લાના ચાર શિક્ષકો પાસેથી ૯૫ લાખ રૃપિયા રિકવર કરવા માટે નોટિસ જારી કરી છે.

બેઝિક શિક્ષા અધિકારી ઓમકાર રાણાના જણાવ્યા અનુસાર બહરાઇચમાં પગાર અને ભથ્થા વસૂલ કરવા માટે બરતરફ કરાયેલા તમામ છ શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે નકલી પ્રમાણપત્રોને આધારે નોકરી મેળવનારા છ શિક્ષકો ઝડપાયા હતાં. તે સમયે તે શિક્ષકોને પણ બરતરફ કરવામાં આવ્યા હતાં અને તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

બરતરફ કરવામા આવેલા છ શિક્ષકોમાં સામેલ અજિત શુકલાએ ટેટ(ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ)ના નકલી પ્રમાણપત્રને આધારે નોકરી મેળવી હતી.તેમને બરતફ કરવામાં આવ્યા હતાં અને તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.