નેપાળ: નવા નક્શાનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરીના ઘરે અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

 

નેપાળ સરકારના વિવાદિત સંવિધાન સંશોધનનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરીના ઘરે કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો છે. હુમલાખોરોએ તોડફોડ કરતા તેમને દેશ છોડવાની ચેતવણી આપી દીધી છે.

જાણકારી અનુસાર, સાંસદે આ સંદર્ભે પોલીસને માહિતી આપી હતી પરંતુ કોઈ પણ તેમની મદદે પહોંચ્યુ નથી. તેમની પાર્ટીએ પણ તેમનાથી અંતર કરી લીધુ છે. હુમલા વિશે સરિતા ગિરીએ ટ્વીટર જણાવ્યુ છે.

નેપાળ વિવાદિત નક્શાને કાયદાકીય રૂપ આપવા માટે બંધારણ સંશોધન કરી રહ્યુ છે. જનતા સમાજવાદી પાર્ટીના સાંસદ સરિતા આના પક્ષમાં નથી. તેમણે આ પ્રસ્તાવને ફગાવવાની માગ કરી છે. આ જ કારણથી પાર્ટી પણ તેમનાથી નારાજ છે. નેપાળના સંસદમાં બંધારણ સુધારા દરખાસ્ત પર પોતાનુ વલણ નક્કી કરવા માટે સાંસદોને 72 કલાકનો સમય મળ્યો છે. સાંસદ સરિતા ગિરીનું કહેવુ છે કે આ સુધારા દરખાસ્તને ફગાવવી જોઈએ કેમ કે નેપાળ સરકારની પાસે પૂરતા પુરાવા નથી.

સોશ્યલ મીડિયા પર સાંસદ સરિતાના ઘરે થયેલા હુમલાની ટીકા કરવામાં આવી રહી છે. માનવાધિકાર કાર્યકર્તા રણધીર ચૌધરીએ ટ્વીટ કરી લખ્યુ છે આપણે કઈ સ્થિતિમાં પહોંચી ગયા છીએ. આજે સાંસદ પણ પોતાના ઘરમાં સુરક્ષિત નથી. સરિતા ગિરીના ઘરે કેટલાક લોકોએ હુમલો કર્યો. તોડફોડ કરવામાં આવી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.