બેકારી અને ભૂખમરાને સમસ્યા જ નહિ માનનારો ભાજપ જૂઠાણાનો વિશ્વ વિક્રમ સર્જી રહ્યો છે- અખિલેશ યાદવ

કોરોના વાઈરસ પ્રેરિત બેરોજગારી આત્મહત્યાનું કારણ બની છે

કોરોના વાઈરસના ઉપદ્રવના લીધે દેશમાં રોજગાર મુદ્દે ભારે મોટું સંકટ ઊભું થઈ ગયું છે. લાખો પ્રવાસી શ્રમિકો પરપ્રાંતમાં એમની ઉપલબ્ધ રોજગારીને પડતી મૂકીને પોતાના વતનના રાજયમાં આવી ગયા છે.

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાજય સરકારને આ મુદ્દે ઘેરતા કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં બેરોજગારી આત્મહત્યાનું મોટું કારણ બની રહી છે. જો કે થોડાક સમયમાં જ્યારે બિહારમાં ચૂંટણી યોજાશે ત્યારે અમારા સ્ટાર પ્રચારક’ પણ ઊડી જશે.

અખિલેશ યાદવે ટવીટ્ કરતાં જણાવ્યું કે કોરોનાના સત્યને જુઠલાવીને ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયેલો ભાજપ બેકારી અને ભૂખમરાને જ્યારે સમસ્યા જ માનતો નથી ત્યારે એ એનો ઉપાય શું કરવાનો?

નોંધનીય છે કે ભાજપે છેલ્લા દિવસોથી વર્ચુઅલ રેલીઓનો પ્રારંભ કર્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અત્યાર સુધી આ રીતે બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સભાઓને સંબોધી ચૂક્યા છે.

અખિલેશ યાદવે ભાજપની વર્ચુઅલ રેલી પર નિશાન તાકતા કહ્યું કે અબજો રૂપિયાના ખર્ચનો વિશ્વ વિક્રમ કરનારી આ વર્ચુઅલ રેલી છે કે ખર્ચુઅલ રેલી? ભાજપના દાવાનુસાર, જો આ ચૂંટણી રેલી નથી તો પછી એને બૂથ કક્ષા સુધી પહોંચાડવાના પ્રયત્નો કેમ થાય છે! હકીકતમાં ભાજપ જૂઠાણાનો વિશ્વ વિક્રમ કરી રહ્યો છે. એમ અખિલેશે જણાવ્યું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.