ઝારખંડમાં કોરોનાથી બચવા આસ્થાના નામે હજારો જાનવરોની બલિ અપાઈ, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન

દેશના વિવિધ પ્રાંતમાંથી વતન પાછા ફરેલા પ્રવાસી મજૂરોએ પણ પૂજામાં હાજરી આપી

 

ઝારખંડના કોડરમા જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે આસ્થા અને અંધવિશ્વાસના નામે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિર્દેશોની મજાક બની હતી. કોડરમા ખાતે નિયમોના ઉલ્લંઘનની સાથે આ મહામારીથી બચવા માટે ભારે પ્રમાણમાં બકરા અને મરઘાઓની બલિ ચઢાવવામાં આવી હતી. આ બનાવ ચંદવારા થાણા ક્ષેત્રની ઉરવા પંચાયત ખાતે બન્યો હતો અને ત્યાં અષાઢી પૂજાના નામે બકરા-મરઘાની બલિ અપાઈ હતી.

અનેક કલાક સુધી મંદિરમાં એકત્રિત થયેલા લોકોએ આસ્થાના નામે પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોઈને પોતાની સાથે લાવેલા મુંગા જાનવરોની બલિ આપીને આખા ગામને કોરોનાથી બચાવવા પૂજા-અર્ચના કરી હતી. પૂજા અને બલિ માટે એકઠાં થયેલા લોકો પૈકી એક પણ વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમની ઘોર ઉપેક્ષા કરવામાં આવી હતી. મંદિરમાં જ્યાં જગ્યા મળી ત્યાં લોકો અંધવિશ્વાસના નામે ચાલતી પૂજામાં જોડાઈ ગયા હતા.

એક તરફ વૈશ્વિક મહામારીના કારણે લોકોની ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ લાગેલો છે ત્યારે આ મંદિરમાં દેશના અન્ય પ્રદેશોમાંથી આવેલા અનેક પ્રવાસી મજૂરોએ પણ હાજરી આપી હતી. પંચાયતના પ્રમુખ વીરેન્દ્ર પાસવાને આ મામલે પોતાનો બચાવ કરીને દર વર્ષે પરંપરાના

નામે બકરાઓની બલિ ચઢાવાય છે તેવી દલીલ કરી હતી.

જોકે મંદિરની પૂજામાં સામેલ થયેલા ગામના એક વડીલે કોરોના સંક્રમણથી બચવા માટે પૂજા આયોજિત કરાઈ હોવાનો ખુલાસો કર્યો હતો અને પંચાયતના પ્રતિનિધિઓએ પણ તૈયારીમાં ભાગ લીધો હોવાનું જણાવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.