મોરારી બાપૂની રામકથામાં CM યોગીએ કહ્યું- ટુંક સમયમાં મોટી ખુશખબરી મળવાની છે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને રામ ભક્તિમાં લીન રહેવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે રામ ભક્તિમાં લીન રહો. ટુંક સમયમાં જ મોટી ખુશખબરી મળવાની છે. કથાકાર મોરારી બાપૂના મંચ પરથી જ્યારે યોગીએ આ વાત કરી તો ખુબ તાળીઓ વાગી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આશા છે કે રામ મંદિર પર ટૂંક સમયમાં જ મોટા સમાચાર મળી શકે છે. યોગીએ રામ મંદિરનું નામ લીધા વિના મોરારી બાપૂની રામકથામાં શ્રદ્ધાળુઓને કહ્યું કે શ્રીરામ આપણા સૌના શ્વાસમાં વસેલા છે. રામકથાથી રામ મંદિરને જોડતા યોગીએ ઇશારામાં કહ્યું કે ટુંક સમયમાં મોટી ખુશખબરી મળવાની છે. જોકે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર નિર્ણય આવવાનો છે, એટલા માટે યોગીની આ આશાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ગોરખપુરમાં આયોજિત શ્રી રામકથા

મુખ્યમંત્રીએ શનિવારે શ્રદ્ધેય મહંત અવૈધનાથજી મહારાજની સ્મૃતિમાં ગોરખપુરમાં આયોજિત શ્રી રામ કથામાં સામેલ થવા પહોંચ્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે કેટલાક દિવસો પહેલા મગહરમાં મોરારી બાપૂએ રામકથાનું આયોજન કર્યું હતું, ત્યારે ભક્તોને ત્યાં અપીલ કરી હતી કે રામકથા ગોરખપુરમાં થાય.

સીએમ યોગીએ કહ્યું કે મોરારી બાપૂએ બાબા ગોરખનાથની ભૂમિ પર શ્રી રામકથાના આયોજનનો સંકલ્પ લીધો છે અને અમે સૌ ભાગ્યશાળી છીએ કે આ મોકો શરદ નવરાત્રિના અવસરે મળ્યો છે. સીએમએ કહ્યું કે કથા શરૂ થતા પહેલા હું હવામાન અને વ્યવસ્થાઓને લઇને ખુબ ચિંતિત હતો અને તેને લઇને મેં વ્યવસ્થાઓમાં સામેલ લોકો સાથે પણ વાત કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.