સુરતના પુણા વિસ્તારની ઘટના, 20માંથી 10 મશીન બંધ રહેતાં હતાશ કારખાનેદારે જીવન ટૂંકાવ્યું.સુરત (Surat)ના ઉદ્યોગજગતમાં મંદી (Recession) ભરડો લઈ ગઈ છે. દિન પ્રતિદિન શહેરમાંથી આપઘાત (Sucide)ની ઘટનાઓ બની રહી છે. હીરા બાદ હવે કાપડ ઉદ્યોગ મંદીની ઝપટમાં છે ત્યારે મંદીના મારથી હતાશ થઈ ગયેલા એક કારખાનેદારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. શહેરના પુણા વિસ્તારમાં રહેતા રવિકાન્ત ગોએન્કાએ પંખાના હૂક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ પાંડેસરા વિસ્તારમાં ઍમ્બ્રૉઇડરીનું કારખાનુ ધરાવતાં ગોએન્કા છેલ્લા ઘણા સમયથી માંદા ધંધાના કારણે હતાશ હતા. તેમણે બજારમાંથી પૈસા પણ ઉછીના લઈ રાખ્યા હતા. નવરાત્રીની મોસમથી દિવાળીના ધંધાનો વરતારો આવી જતો હોય છે, જોકે, ગોએન્કાના કારખાનામાં 20માંથી 10 મશીન બંધ થઈ જતાં તેઓ હતાશ થઈ ગયા હતા. દરમિયાન મંદીમાંથી બહાર આવવાની આશા ગુમાવી ચુકેલા કારખાનેદારે અંતિમ પગલું ભરી લીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.