ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નાના પુત્રવધુ અને નેતા અપર્ણા યાદવને યોગી સરકારે Y શ્રેણીની સુરક્ષા આપી છે. એડીજી સુરક્ષા દ્વારા ગૃહ વિભાગ અનુભાગ-16ના સંયુક્ત સચિવ સુનીલ કુમારે આ વિશે આદેશ જારી કર્યો છે.
પ્રતીક યાદવના પત્ની અપર્ણા યાદવ લખનૌની કેન્ટ સીટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર 2017માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. અપર્ણાએ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે. તેઓ ઘણીવાર પીએમ મોદી અને સીએમ યોગીની પ્રશંસા કરતા રહે છે.
અપર્ણા યાદવ યુપીના સીએમ યોગી આદિત્યનાથના કાર્યોના વખાણ કરી ચૂક્યા છે. અપર્ણાએ કહ્યુ હતુ કે સીએમ બન્યા છતાં યોગી આદિત્યનાથ જમીન સાથે જોડાયેલા છે. તેઓ મારા માટે ગુરૂ જેવા છે. સાથે જ હિંદુવાદી હોવુ કોઈ ગુનો નથી. તેઓસમગ્ર પ્રદેશને સાથે લઈને ચાલનારા છે ધર્મ-જાતિ અને સમુદાયથી પર તેઓ હંમેશા તમામની મદદ માટે તત્પર રહે છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુપીમાં જ્યારે વિધાનસભા પેટાચૂંટણી થઈ હતી તો સપાએ અપર્ણા યાદવને ટિકિટ ના આપીને લખનૌ કેન્ટથી સમાજવાદી પાર્ટીએ મેજર આશિષ ચતુર્વેદીને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે 2017માં લખનૌ કેન્ટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અપર્ણા યાદવ હતા પરંતુ પેટા ચૂંટણીમાં પાર્ટીએ તેમને નજર અંદાજ કરી દીધા જ્યારે 2017ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રીટા બહુગુણા જોશીએ અહીંથી ચૂંટણી જીતી હતી અને અપર્ણા યાદવે તેમને જોરદાર ટક્કર આપી હતી. તેઓ બીજા નંબરે હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.