લૉકડાઉન દરમિયાન પણ સુરતમાં 3050થી વધુ યુનિટ રક્તદાન કરાયું

રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવા માટે સુરત અને અમદાવાદ શહેરના લોકો હંમેશા આગળ રહે છે. દરમિયાન તાજેતરમાં કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન પણ સુરતમાં 3050થી વધુ યુનિટ રક્તદાન કરાયું હતું જે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા જરીયાતમંદ દર્દીઓને આપવામાં આવ્યું હતું. રક્તદાનમાં શહેરની મહિલાઓ પણ જોડાઇ હતી. 

રક્તદાન અંગે જાગૃતિ આવે તે માટે દર વર્ષે 14 જૂને વિશ્વભરના દેશો વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવે છે. કોરોનાની મહામારીને પગલે લોક ડાઉન દરમિયાન સુરત શહેરમાં રક્તદાન શિબિરનું આયોજન એકદમ ઓછું થઈ ગયું છે. આવા સંજોગોમાં જુદા જુદા લોહીના ગૃપ ની તીવ્ર અછત જોવા મળી રહી હતી. આવા સંજોગોમાં થેલેસેમિયાબ્લડ કેન્સરસિકલસેલ એનેમીયા સહિતના દર્દીઓને  ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. જોકેસેવાભાવી સંસ્થાઓ અને સ્વૈચ્છીક રક્તદાતાઓને લીધે મુશ્કેલીમાં ઘટાડો થયો હતો.

સુરત રકતદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના નિતેશભાઇ મહેતાએ કહ્યું કેલોકડાઉન દરમિયાન પણ સુરતના વિવિધ વિસ્તારોમાં 76 રક્તદાન શિબિર યોજાયા હતા. જેમાંથી 2669 યુનિટ રક્ત એકત્ર થયું હતું. જ્યારે રક્તદાન કેન્દ્ર સ્વૈચ્છીક રક્તદાતાઓ દ્વારા આવીને 381 યુનિટ રક્તદાન કરાયું હતું. આ સમયગાળા દરમિયાન કુલ 3050 યુનિટ રકતદાન મળ્યું હતું. આ કપરી પરિસ્થિતિમાં ૫૬ મહિલાઓપણ રક્તદાન કરીને જરુરીયાતમંદોને મદદરૃપ બની હતી.

સુરત રકતદાન કેન્દ્ર ખાતે શહેરની જાગૃત મહિલાઓ રકતદાન કરવા આવે છે પરંતુ મોટા ભાગના કિસ્સામાં તેઓમા હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાને કારણે રકતદાન કરી શકતી નથી. તેઓનું વજન પણ મોટે ભાગે 45 કિલોથી ઓછું હોય છે. ડોકટરની સલાહ મુજબ તેઓ હિમોગ્લોબીન વધારીને રક્તદાન કરી શકે છે.

અઠવાલાઇન્સના 48 વર્ષના ઉન્મેષભાઇ શાહે 144 વખત સ્વૈચ્છિક રક્તદાન કર્યુ છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.