દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર મંથન, કેજરીવાલની શાહ સાથેની બેઠકનો આરંભ

અમિત શાહ સાંજે પાંચ કલાકે દિલ્હીનગર નિગમના તમામ મેયર સાથે વધુ એક બેઠક યોજશે

દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિને લઈ ગૃહમંત્રી અમિત શાહે આજે એક બેઠકનું આયોજન કર્યું છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, એમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા, દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ સહિત ગૃહ મંત્રાલયના અનેક અધિકારીઓ સામેલ થયા છે.

એક તરફ દિલ્હીમાં વણસી રહેલી સ્થિતિ માટે કેન્દ્ર, રાજ્ય અને એમસીડી પ્રશાસન વચ્ચે યોગ્ય તાલમેલ ન હોવાનું સામે આવી રહ્યું છે તથા દિલ્હી સરકાર અને એમસીડી પ્રશાસન વચ્ચે સામસામા આરોપો પણ થઈ રહ્યા છે ત્યારે આ બેઠક ખૂબ જ ખાસ ગણાઈ રહી છે.

બપોરે 11:15 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની દિલ્હીના એલજી અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વગેરે સાથે બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં ગૃહ સચિવ અજય ભલ્લા પણ પહોંચી ગયા હતા. ત્યારે અરવિંદ કેજરીવાલની સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા પણ ત્યાં પહોંચવા આવ્યા હતા.

મેયર સાથે પણ બેઠક

ગૃહમંત્રી અમિત શાહે સાંજે પાંચ કલાકે વધુ એક બેઠક બોલાવી છે જેમાં દિલ્હીનગર નિગમના તમામ મેયર પણ હાજરી આપશે. તે સિવાય અરવિંદ કેજરીવાલ, મનીષ સીસોદિયા, ડો. હર્ષવર્ધન પણ તેમાં હાજરી આપશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.