તેલંગાણા: પરિજનોએ કોરોના સંક્રમિત મહિલાના કર્યા અંતિમ સંસ્કાર, 19 ના રિપોર્ટ પોઝિટિવ

તેલંગાણાના સાંગારેડ્ડીમાં એક કોરોના પોઝિટિવ મહિલાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા બાદ 25માથી 19 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. આ લોકો 10 જૂને સાંગારેડ્ડીના જહીરાબાદમાં એક મહિલાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

કોરોનાના લક્ષણ દેખાયા બાદ આ લોકોનો ટેસ્ટ શનિવારે કરવામાં આવ્યો તો આમાંથી 19 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા. આ તમામને હૈદરાબાદના ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ મહિલા જહીરાબાદના શાંતિ નગર કૉલોનીમાં રહેતા હતા. મહિલાનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ દરમિયાન જ્યારે મહિલાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તો કોરોના પોઝિટિવ નીકળ્યા.

મૃત્યુ બાદ આવ્યો મહિલાનો કોરોના રિપોર્ટ

55 વર્ષીય આ મહિલાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 9 જૂને તેમનો કોરોના સેમ્પલ લેવામાં આવ્યો જે બાદ તરત જ મહિલાનું મોત નીપજ્યુ. જોકે હોસ્પિટલ વહીવટીતંત્રએ બેદરકારી દાખવતા કોરોના પરિણામની રાહ જોવા વિના મહિલાનો મૃતદેહ તેમના પરિવારને સોંપાયો. મહિલાના સગા-વ્હાલાઓએ પારંપારિક રીતિ રિવાજનું પાલન કરતા તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.