અંધશ્રધ્ધાની પણ હદ હોય, કેરાલાનો આ રહેવાસી કોરોનાની ‘પૂજા’ કરે છે

લોકડાઉન હળવુ બન્યા બાદ કોરોનાના કેસ વધવા માંડ્યા છે.સેંકડો લોકો ભારતમાં કોરોનાના કારણે મોતને ભેટી રહ્યા છે ત્યારે કેરલનો એક રહેવાસી એવો પણ છે જે કોરોનાની રોજ પૂજા કરી રહ્યો છે.

દુનિયાના તમામ દેશોને પ્રભાવિત કરનાર આ વાયરસની પૂજા કરવાની વાતથી જ લોકો નારાજ છે. આ કૃત્યને અંધશ્રધ્ધામાં ખપાવીને લોકો આ વ્યક્તિની હરકતનો સોશ્યલ મીડિયા પર વિરોધ પણ કરી રહ્યા છે.

કેરાલાના કડક્કલના અનિલન નામના વ્યક્તિએ કોરોનાની ઈમેજને પોતાના પૂજા ઘરમાં રાખી છે. અનિલન કહે છે કે, હું કોરોનાને દેવી માનીને રોજ તેની પૂજા કરુ છું અને દેશના કોરોનો  વોરિયર્સની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યો છું.

જોકે લોકો આ વ્યક્તિને ટ્રોલ કરી રહ્યા છે.જોકે તેની અનિલનને કોઈ પરવા નથી, તે કહે છે કે હું તો પૂજા કરીને લોકોને એક પ્રકારે જાગૃત કરી રહ્યો છું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.