મોદી સરકાર ચૂપ બેસવાના બદલે જવાનોની શહાદતનો બદલો લે : વિપક્ષ

– જેટલા નબળા રહેશો તેટલું ચીન આક્રામક બનતું જશે

– ચીન સાથેના ઘર્ષણમાં કેટલા સૈનિકો શહીદ થયા તે મુદ્દે મૌન તોડી સરકાર દેશ સમક્ષ સ્પષ્ટતા કરે : વિપક્ષની માગ

 

લદ્દાખમાં ચીન અને ભારતીય સૈનિકો આમને સામને આવી ગયા છે અને વર્ષો પછી સરહદે પહેલી વખત આટલી મોટી જાનહાની થઇ છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ચીની સૈનિકો ઘુસણખોરી કરતા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ કેન્દ્રની તત્કાલીક સરકારને ઘેરી હતી, હવે જ્યારે કોંગ્રેસ વિપક્ષમાં છે ત્યારે ચીની સૈનિકોની દાદાગીરી અંગે નરેન્દ્ર મોદી પાસેથી જવાબ માગ્યો છે અને ભારતીય સૈનિકોની શહાદતનો બદલો લેવાની માગણી કરી છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે લદ્દાખના ત્રણ વિસ્તારોમાં ચીની સૈનિકો ઘુસી ગયા અને આપણા સૈનિકો પર હુમલા કર્યા, આ મામલે મોદી સરકાર મૌન કેમ છે? તાત્કાલીક ભારતીય સૈનિકોની શહાદતનો બદલો લે. સાથે જણાવ્યું હતું કે સમગ્ર દેશ માટે આ એક દુ:ખદ સમય છે.

આવી સિૃથતિમાં દેશના વડા પ્રધાન પદે બેઠેલા નરેન્દ્ર મોદી મૌન રહેવાનું છોડે અને આ મામલે દેશને સંદેશો આપી વિશ્વાસમાં લે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતના બધા જ નાગરિકો દેશની સુરક્ષા માટે કોઇ પણ ભોગે તૈયાર છે. પણ આવી સિૃથતિમાં નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહ સાવ મૌન ન બેસી રહે અને દેશને વિશ્વાસમાં લે સાથે જ શહીદ થયેલા જવાનોનો બદલો લે.

જોકે આ મામલે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની નેતાગીરીમાં સરહદો હંમેશા સુરક્ષિત રહેશે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે કહ્યું હતું કે જેટલી નબળાઇ દેખાડશો તેટલુ ચીન વધારે આક્રામક બનતું જશે, માટે આ સમય છે કે સરકાર હિમ્મત દેખાડે અને ચીનને આક્રામક રીતે જવાબ આપે.

પૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગૌડાએ કહ્યું હતું કે સરહદે ખરેખર શુ થયું છે તે અંગે સરકારે દેશ સમક્ષ સ્પષ્ટતા કરવી જોઇએ. ખરેખર સરહદે કેટલા જવાનો શહીદ થયા છે તે અંગે સરકાર દેશથી કઇ છુપાવે નહીં અને જે હકીકત હોય તે જણાવે જેથી એક ચીત્ર સ્પષ્ટ થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.