ભારતીય સૈનિકોએ સરહદ ઓળંગી અમારા સૈનિકોને ઢોર માર માર્યોઃ ચીન

લાઈન ઓફ એક્ચુલ કન્ટ્રોલ (LAC) પર ભારત અને ચીનની વચ્ચે થયેલી હિંસક ઝડપમાં એક ભારતીય અધિકારી અને બે જવાન શહીદ થઇ ગયા છે. જોકે, બેઈજિંગે ભારત પર ઘૂસણખોરીનો આરોપ લગાવ્યો છે. બેજિંગે આરોપ લગાવ્યો કે ભારતીય સૈનિકોએ સરહદ પાર કરી ચીની સૈનિકો પર હુમલો કર્યો છે.

ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતીય જવાનોએ બે વખત સરહદને ગેરકાયેસર રીતેથી પાર કરી અને ચીની સૈનિકો પર હુમલો કર્યો. આ દરમિયાન બંને દેશોના જવાનો સામસામે આવી ગયા અને હિંસક ઝડપ થઇ છે. ચીની વિદેશ મંત્રીએ કહ્યું કે તેનાથી વાતચીત પર અસર પડશે.

ચીની વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન અને ભારત બંને દેશ દ્વિપક્ષી વાતચીત કરી મામલાને હલ કાઢી શકે છે. આ બોર્ડર વડે સરહદ વિવાદ ઉકેલાશે અને એલએસી પર શાંતિ રહેશે.

ઉલ્લેખનીય છે કે

છેલ્લા કેટલાય દિવસથી ભારત-ચીન સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશોના સૈનિકો ગલવાન ખીણમાં પેટ્રોલિંગ પોઇન્ટ 14, 15 અને 17 એથી પીછી હટ કરશે. ચીની સેના શ્યોક નદી અન ગલવાન નદી સુધી પહોંચી પરંતુ સંપૂર્ણપણે પીછે હટ કરી નહીં.

સોમવારના રોજ ફરી ચર્ચા થઇ અને નિર્ણય લેવાયો કે ચીની સેના સંપૂર્ણપણે પીછે હટી જશે. જોકે, પાછળથી ચીની સેનાએ પાછા ફરવાની ના પાડી તો હિંસક ઝડપ થઇ. આ ઝડપમાં ભારતના એક સિનિયર અધિકારી અને બે જવાન શહીદ થઇ ગયા છે. જોકે, હિંસક ઝડપમાં ચીની સેનાના કોઇ જવાન હતાહતના અહેવાલ સામે આવ્યાં નથી. હાલ સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.