CAITએ ચાઇનીઝ સામાનનાં બહિષ્કારનું અભિયાન શરૂ કર્યું, 3 હજાર પ્રોડક્ટની યાદી જાહેર

 લદાખમાં ભારતીય જવાનો પર કરાયેલા હુમલાની દેશભરમાં ટીકા કરવામાં આવી રહી છે. આ હુમલામાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થતા બંને દેશ વચ્ચે મામલો બીચક્યો છે.

એવામાં કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ- CAIT ચીનનો સામાન બહિષ્કાર કરવા અભિયાનની તૈયારી કરી રહ્યુ છે. CAIT ચીની સામાનનો વધતો ઉપયોગ કરવા અને ભારતીય સામાનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સામાન-અમારુ અભિયાન, ઝુંબેશ શરુ કરી છે.

આ માટે CAIT 500થી વધુ ચીજો યાદી તૈયાર કરી છે, જે હેઠળ 3000થી વધુ ચીની ઉત્પાદનો આવે છે. લિસ્ટના તમામ ઉત્પાદનોનો બહિષ્કાર કરી CAIT ડિસેમ્બર 2021 સુધી ચીની આયાતમાં આશરે એક લાખ કરોડ રુપિયાનો ઘટાડો લાવવાનો લક્ષ્ય રાખ્યો છે. જે વર્તમાન સમયમાં 5.25 લાખ કરોડનો બિઝનેસ છે.

CAITએ અભિયાનના પહેલા તબક્કામાં 3000થી વધુ વસ્તુઓની પસંદગી કરી છે જે ભારતમાં પણ નિર્માણ પામે છે, પરંતુ સસ્તા ભાવને લીધે અત્યાર સુધી ચીન પાસેથી ખરીદવામાં આવતી હતી. આ બહિષ્કાર અભિયાનમાં કેટલીક ચીની એપ્સ પણ સામેલ કરવામાં આવી છે.

મહત્વની બાબત એ છે કે લિસ્ટેટ તમામ ચીની ઉત્પાદનો ભારતમાં પણ બનાવી શકાય એમ છે આથી, એના માટે ભારતમાં પણ ઉત્પાદક યૂનિટ્સને પ્રોત્સાહન આપવાની જરુર છે.

આ વસ્તુઓના નિર્માણમાં કોઈ પણ પ્રકારની તકનીકની જરૂર નથી. તેથી, ભારતમાં ઉત્પાદિત ચીજોનો ઉપયોગ ચીની ચીજોની જગ્યાએ ખૂબ જ સરળતાથી થઈ શકે છે અને ભારત આ ચીજો માટે ચીન પરની તેની નિર્ભરતા ઘટાડી શકે .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.