ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દંડની રકમમાં રાહત આપીને નવા મોટર વ્હીકલ એક્ટને અમલમાં મૂક્યો છે. આ નવા નિયમને અમલમાં મૂકતા પહેલા રાજ્યના લોકોને સરકારે પાંચ દિવસનો સમય લાઇસન્સ, PUC અને ખૂટતા પૂરાવાઓ મેળવવા માટે આપ્યો હતો. સરકારે આપેલા પાંચ દિવસના સમયમાં પણ મોટાભાગના લોકો તેમના પૂરાવાઓ મેળવી શક્યા ન હતા એટલા માટે સરકાર દ્વારા PUC મેળવવા અને HSRP નંબર પ્લેટ ફીટ કરાવવા માટે 15 ઓક્ટોબરનો સુધીનો સમય આપવામાં આવ્યો છે. હવે સરકાર દ્વારા વાહન ચાલકોને લાઈસન્સ મેળવવા માટે પણ રાહત આપવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર નવા ટ્રાફિકના અમલવારી પછી સરકાર દ્વારા નવું લાઈસન્સ કઢાવવા ઈચ્છાતા લોકોને મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય પરિવહન વિભાગે કરેલી જાહેરાત અનુસાર હવે કોઈ પણ નાગરિક ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે ઓટોમેટિક કારનો પણ ઉપયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી એવો નિયમ હતો કે, લાઇસન્સ માટે ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફરજીયાત ગીયરવાળી કારનો ઉપયોગ કરવાનો રહેતો હતો કારણ કે, ઓટોમેટીક કારનો સમાવેશ વાહન વિભાગ દ્વારા કરવામાં આવ્યો ન હતો. પણ હવે ઓટોમેટિક કારનો સમાવેશ થવાના કારણે ફોરવ્હીલનું લાઈસન્સ કઢાવવા ઈચ્છાતા લોકોને ડ્રાઈવિંગ ટેસ્ટમાં મોટી રાહત મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.