અમદાવાદ સિવિલમાં વર્ગ-4ના કર્મચારીઓની હડતાળ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના વર્ગ-4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગારને લઈને કર્મચારીઓ હડતાળ કરી રહ્યાં છે. કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પગાર સીધો ખાતામાં જમા ન થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં વર્ગ-4ના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. હાલ કોરોના સંકટમાં જ્યારે વર્ગ 4ના અધિકારીઓની સૌથી વધુ જરૂર છે ત્યારે તેમની તરફ ધ્યાન ન અપાતુ હોવાની રાવ ઉઠી છે. સિવિલનો ક્લાસ 4નો સ્ટાફ રોડ પર ઉતરી આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.