ચીનને ઘેરવા માટે અમેરિકાએ પ્રશાંત મહાસાગરમાં યુદ્ધજહાજો તૈનાત કર્યા

ભારત-ચીન વચ્ચે સરહદે સંઘર્ષ વધ્યો તે પછી અમેરિકાએ પ્રશાંત મહાસાગરમાં ત્રણ યુદ્ધજહાજ તૈનાત કરી દીધા હતા. એનાથી ચીન અકળાયું હતું. ચીને અમેરિકાની આ સક્રિયતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અમેરિકાએ કહ્યું હતું કે લદાખમાં ભારત-ચીન વચ્ચે થઈ રહેલાં સંઘર્ષ પર અમેરિકાની વિશેષ નજર છે. અમેરિકાના ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાતો આખા મામલા ઉપર વોચ રાખીને બેઠા છે. અમેરિકાએ કહ્યું હતું કે ભારતે જાહેરાત કરી હતી કે તેમના ૨૦ જવાનો શહીદ થયા છે. અમેરિકા આ સૈનિકોના પરિવારજનાને સાંત્વના પાઠવે છે. બીજી તરફ અમેરિકાએ ચીનને ભીંસમાં લેવા માટે પ્રશાંત મહાસાગરમાં ત્રણ શક્તિશાળી યુદ્ધજહાજ તૈનાત કરી દીધા છે. અમેરિકા પાસે ૧૧ ન્યૂક્લિયર કેરિયર યુદ્ધ જહાજ છે. એમાંથી ત્રણને પ્રથમ વખત પ્રશાંત મહાસાગરમાં તૈનાત કરતા ચીન અકળાયું હતું. અમેરિકાએ દક્ષિણ ચીની સમુદ્રમાં પણ ગતિવિધિ તીવ્ર કરી હતી. અમેરિકાની સક્રિયતા પછી અકળાયેલા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું હતું કે ચીન અન્ય દેશોની દખલગીરી સહન કરશે નહીં. ચીન તેનો વિરોધ નોંધાવશે.

અમેરિકાના ડિફેન્સ નિષ્ણાતોએ કહ્યું હતું કે ચીન ભ્રમમાં છે કે અમેરિકા આ મુદ્દે કોઈ જ હસ્તક્ષેપ નહીં કરે. કોરોના સામે લડી રહેલું અમેરિકા આવા મુદ્દે વચ્ચે પડશે નહીં, પરંતુ તેનાથી ઊંધું અમેરિકા તૈયાર થયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.