સતત 11માં દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો, કુલ 6 રૂપિયા વધ્યા

સતત ૧૧માં દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા હાલના સમયમાં આ ૧૧મો વધારો છે જેને પગલે પહેલાથી જ લોકડાઉનમાં આર્થિક તંગીનો સામનો કરી રહેલી પ્રજાએ વધુ એક વખત મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૬.૭૩ રૂપિયા હતો જે વધીને હવે ૭૭.૨૮ રૂપિયા કરવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાં સ્થાનિક વેટના આધારે ભાવ નક્કી કરવામાં આવશે.

તેવી જ રીતે ડિઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ડિઝલનો ભાવ ૭૫.૧૯ રૂપિયા હતો જે વધીને હવે ૭૫.૭૯ રૂપિયા કરવામાં આવ્યો છે. સતત ૧૧માં દિવસે પણ વધારો કરવામાં આવ્યો છે. સાતમી જુનથી જ આ વધારાની શરૂઆત કરવામાં આવી હતી. માર્ચની મધ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને અટકાવી દેવામાં આવ્યો હતો, જોકે હવે ફરી શરૂ કરવામાં આવ્યો ત્યારથી દરરોજ વધી રહ્યો છે.

૧૧ દિવસમાં પેટ્રોલમાં ૬.૦૨ રૂપિયા અને ડિઝલમાં ૬.૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે જ્યારે બીજી તરફ ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી ચુક્યા છે. આ પહેલા મંગળવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ  ૦.૪૭ રૂપિયાના વધારા સાથે ૭૬.૪૭ રૂપિયા પર પહોંચી ગયો હતો. જ્યારે ડિઝલનો ભાવ પણ ૦.૫૭ રૂપિયાના વધારા સાથે ૭૫.૧૯ રૂપિયા પર પહોંચી ગયો હતો.

સોમવારે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સામાન્ય વધારો થયો હતો. આ પહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સીધા પાંચ કે દસ રૂપિયાનો વધારો થતો હતો જેની બહુ ચર્ચા રહેતી પણ હવે પૈસામાં દરરોજ ધીમી ગતીએ વધારો થઇ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.