શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ લેવાય છે. પરંતુ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પદ્ધતિમાં અલગતા પણુ લાવી જાણે અન્યાય થતો હોવાની લાગણી વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે અન્યમાં જે સવલતો અપાય છે તે સા.પ્ર.માં નહીં અપાતી હોવાનો સુર વહેતો થયો છે.
માર્ચ-૨૦૨૦માં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું તો તે જોતાં જણાયું કે જે વિદ્યાર્થીને કોઈએક વિષયમાં (ગણિત) ૮૦ ગુણમાંથી ૪ ગુણ મળ્યા છે તો પણ તેને ૨૨ ગુણનું ગ્રેસિંગ આપીને પાસ કરેલ છે. ધો. ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં પણ ૧૨થી ૧૫ ગુણનું ગ્રેસિંગ આપીને પાસ કરેલ છે, જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીએ કોઈએક વિષયમાં ૧૦૦ ગુણમાંથ ૨૭થી ૩૨ની વચ્ચે ગુણ મેળવ્યા હોય તો પણ શું તે શિક્ષણ બોર્ડના ગ્રેસિંગ ગુણ મેળવવા હકદાર નથી ? માહિતી મેળવતા જાણવા મળ્યું કે સામાન્ય પ્રવાહમાં ઓછામાં ઓછા ૨૮ ગુણ હોય તો ગ્રેસિંગ મળે તો શું ધો. ૧૦ અને ધો. ૧૨ વિજ્ઞાાન પ્રવાહ માટે ગ્રેસિંગમાં લઘુતમ ગુણનું કોઈ ધોરણ નથી ? શું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓ આપણા ગતિશીલ ગુજરાતનાં વિદ્યાર્થીઓ નથી ?
ધો. ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં પાંચ જ વિષય આવે છે અને બે વિષયમાં નાસા થનાર વિદ્યાર્થીને તે બે વિષયની પૂરક પરીક્ષા લેવાય છે તેવી જ રીતે ધો. ૧૦માં છ વિષય આવે છે અને તેમની પણ બે વિષયની પૂરક પરીક્ષા લેવાય છે જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં સાત વિષય આવતા હોવા છતાં પણ તેમને એક જ વિષયની પુરક પરીક્ષા કેમ ? શું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓ આપણા વાઈબ્રન્ટ ગુજરાતનાં વિદ્યાર્થીઓ નથી ?
ધો. ૧૦ અને ૧૨ વિજ્ઞાાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના સમયપત્રકમાં દરેક બે વિષયની પરીક્ષા વચ્ચે એક દિવસની રજા રહે તેનું બોર્ડ દ્વારા ખુબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે અને દરેક બે વિષયની પરીક્ષા વચ્ચે એક દિવસની રજા હોય છે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં (કોમર્સમાં) તે બાબત ધ્યાનમાં લેવાતી નથી. આંકડાશાસ્ત્ર (૧૩૫) વિષયની પરીક્ષામાં વર્ષોથી રજા આવતી હતી. તે પણ છેલ્લા ચાર વર્ષથી સિફતપૂર્વક ઉડાડી દેવામાં આવી છે. હદ તો વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટીસ (૩૩૭)ની પરીક્ષાનો સમય જોતા થાય છે. ધો. ૧૨ કોમર્સનાં પરીક્ષાનો સમય ૩થી૬.૧૫નો હોય છે. વિદ્યાર્થી ૬.૧૫ વાગે અર્થશાસ્ત્ર (૦૨૨) વિ,યની પરીક્ષા પૂર્ણ કરી સાંજે ૭ વાગે ઘરે પહોંચે અન ેબીજા દિવસે સવારે ૯ વાગે ઘરેથ નીકળી સવારે ૧૦ વાગે પરીક્ષા કેન્દ્ર પર સેક્રેટરીયલ પ્રેકટીસ વિષયની પરીક્ષા આપવા માટે પહોંચે છે.
સાંજનાં ૭થી સવારનાં ૭ વાગ્યા સુધીમાં રાત્રિના સમય દરમિયાન વિદ્યાર્થી સેક્રેટરિયલ પ્રેકટિસ વિષયની પરીક્ષા માટે શું પુનરાવર્તન કરી શકે વિદ્યાર્થી માનસિક તણાવ ન અનુભભવે અને વિદ્યાર્થીને ભણતરનો ભાર ન લાગે તે માટે આપણે સૌ ઘણા પ્રયત્નો કરીએ છીએ પણ આ બધી નાની-નાની બાબતો (ઘણી મોટી છે.) તેના પર કોઈનું ધ્યાન જતું નથી. સેક્રેટરીયલ પ્રેકટીસ વિષયની પરીક્ષામાં ગામડાના વિદ્યાર્થીોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. ગામડાના વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર તાલુકા સ્થળે હોય છે ત્યાં પહોંચવા માટે સમયસરની બસની પણ વ્યવસ્થા હોતી નથી તેથી તેથી ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત પણ રહી જાય છે. આમ એકને ગોળ અને બીજાને ખોળ શા માટે ? શું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓ આપણા આગવા ગુજરાતનાં વિદ્યાર્થીઓ નથી ? તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે. જેનો ઉકેલ આવતી પરીક્ષામાં આવ ેતેવી માગ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.