કોરોના સંકટ કાળમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજુરો વતન પરત ફર્યા છે. એવામાં મજુરો પાસે રોજગાર મેળવવા માટે આર્થિક સંકટ ઉભું થયું છે. આ હાલતની વચ્ચે કેન્દ્ર સરકાર એક ખાસ અભિયાન શરૂ કરવા માટે જઈ રહ્યું છે.આ યોજનાનું નામ ” ગરીબ કલ્યાણ રોજગાર યોજના ” છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ જૂનના રોજ તેનું લોન્ચિંગ કરશે. આ અંગેની માહિતી નાણાંમંત્રી નિર્મલા સીતારામને ગુરૂવારે મીડિયાને આપી હતી.
ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત 125 દિવસોમાં 116 જિલ્લા માટેની 125 જેટલી સરકારી યોજનાઓ એકસાથે લાવવામાં આવશે. આ 116 જિલ્લાઓમાં બિહારના 32, ઉત્તરપ્રદેશના 31 જિલ્લાઓ, મધ્યપ્રદેશના 24 જિલ્લાઓ, રાજસ્થાનના 22 જિલ્લાઓ, ઓડિશામાં 4 જિલ્લાઓ, ઝારખંડમાં 3 જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે.
આનાથી સ્થળાંતર કરનારા બે તૃતીયાંશ કામદારો આવરી લઇ શકાય તેવી સંભાવના છે. અમે આ યોજનાઓના તમામ સ્તરો પર 125 દિવસમાં કામ કરીશું. આ અંતર્ગત દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 25000 પરપ્રાંતિય મજૂરોને કામ મળશે. તેમણે ખાતરી આપી કે જે જિલ્લાઓમાં વધુ સ્થળાંતરીત મજૂરો હશે ત્યાં કામ પુરૂ પાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત દેશના વિભિન્ન ભાગમાંથી પલાયન કરી ચુકેલા લોકો પોતાના ગામ પહોચ્યા હતા અને સરકાર તેમને રોજગારી અપાવશે. સાથે સાથે આ અભિયાન દેશના છ રાજ્યોના 116 જિલ્લામાં શરૂ કરવામાં આવશે. ૨૦ જૂનના રોજ અભિયાન શરૂ કરવાના અવસરે રાજ્યોના મુખ્યમંત્રી અને મંત્રાલયના મ્ત્ન્રીઓ વિડીયો કોન્ફરસિંગ દ્વારા જોડાશે.
૫૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવી રહેલી યોજના કામદારોને ૨૫ પ્રકારના કામ આપશે. જે રાજ્યોમાં આ યોજનાનો ફાયદો મળશે તેમાં બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશા સામેલ છે. તેનો ફાયદો ૨૫ હજાર પ્રવાસી શ્રમિકોને મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સરકારનો દાવો છે કે, શ્રમિકોનું સ્કિલ મેપિંગ પણ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.