લદ્દાખની ગાલવાન વેલીમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા ત્યાર બાદ દેશભરમાં ચીનવિરોધી લાગણીનો જુવાળ પ્રસર્યો છે. સાથે જ ચીની વસ્તુઓના બહિષ્કાર માટે પણ આહ્વાન થઈ રહ્યું છે. ત્યારે ભારતીય ક્રિકેટર હરભજન સિંહે પણ તમામ ચીની વસ્તુઓ પર પ્રતિબંધ મુકવાની વાત કરી હતી. હરભજન સિંહની આ વાતથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઈમ્સના પેટમાં તેલ રેડાયું છે.
હરભજન સિંહ દ્વારા ચીની વસ્તુઓના પ્રતિબંધની વાત કરવામાં આવતા સરકારી સમાચાર પત્રને શા માટે કોઈ ભારતીય સેલિબ્રિટી પોતાના સામાનના બહિષ્કારની વાત કરી રહ્યું છે તેવો સવાલ થયો હતો. હરભજનના આ નિવેદન પર સમાચાર પત્રના સંપાદક હુ શી જિને ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘ચીન એ સમયથી ઘણું આગળ નીકળી ગયું છે જેમાં કોઈ સેલિબ્રિટી વિદેશી સામાનના બહિષ્કારની વાત કરે. આ પ્રભાવી વ્યક્તિ ભારતના સૌથી પ્રખ્યાત સ્પોર્ટ્સ સ્ટાર તરીકે ગણતરીમાં આવે છે. અને અહીં તે મહાન ભારતીય સંસ્કૃતિની નકારાત્મક અને પછાત છબિ રજૂ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.