કીટમાં સજ્જ થઈને મત આપવા પહોંચ્યા ધારાસભ્ય… CM સહિતના નેતાઓ નીકળી ગયા વહેલા

છેલ્લે કોરોના સંક્રમિત ધારાસભ્ય કૃણાલ ચૌધરીએ મતદાન કર્યું અને બાદમાં સમગ્ર પરિસરને સેનિટ

મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટેનું મતદાન સંપન્ન થઈ ગયું છે જેમાં 206 ધારાસભ્યોએ પોતાના મતનો પ્રયોગ કર્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ મતદાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના કોરોનાથી સંક્રમિત ધારાસભ્ય કૃણાલ ચૌધરી પણ પીપીઈ કીટ પહેરીને મધ્ય પ્રદેશ વિધાનસભામાં મતદાન માટે પહોંચ્યા હતા.

વહેલી સવારે 9:00 કલાકે મતદાનની શરૂઆત થઈ હતી અને નિર્ધારિત સમય 4 વાગ્યા પહેલા તે સંપન્ન થઈ ગયું હતું. સૌથી છેલ્લે કોરોના પોઝિટિવ ધારાસભ્ય કૃણાલ ચૌધરી મતદાન માટે પહોંચ્યા હતા અને તે સમયે વિધાનસભા પરિસરમાં તમામ લોકો દૂર ઉભા રહી ગયા હતા. લોકોએ દૂર ઉભા રહીને કોરોના સંક્રમિત ધારાસભ્યનો વીડિયો ઉતાર્યો હતો. કૃણાલ ચૌધરીને મતદાન માટે અલગથી મંજૂરી આપવામાં આવી હતી અને હોસ્પિટલની કોઈ વ્યક્તિ તેમના સાથે પીપીઈ કીટ પહેરીને હાજર રહી હતી.

કૃણાલ ચૌધરી શાજાપુર જિલ્લાની કાલાપીપલ બેઠકના ધારાસભ્ય છે અને યુથ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે. થોડા દિવસો પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને ભોપાલમાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે હવે તેમની તબિયત સુધારા પર છે. વિધાનસભા સચિવાલયે બીમાર ધારાસભ્યો માટે પોસ્ટ બેલેટની વ્યવસ્થા કરી હતી પરંતુ કોઈએ તેના માટે અરજી નહોતી કરી. ત્યારથી જ કૃણાલ ચૌધરી પીપીઈ કીટ પહેરીને મતદાન માટે આવશે તેવી અટકળો ચાલુ થઈ ગઈ હતી.

પરિસર સેનિટાઈઝ કરાયું

કૃણાલ ચૌધરી મતદાન બાદ વિધાનસભા પરિસરમાંથી બહાર નીકળ્યા એટલે સમગ્ર પરિસરને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું અને વોટિંગના સ્થળને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. મતદાન પહેલા વિધાનસભા સચિવાલયે સમગ્ર વ્યવસ્થા કરી રાખી હતી અને મતદાન સમયે ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ અંતર જાળવીને ઉભા રહ્યા હતા. કૃણાલ ચૌધરી ત્યાં પહોંચ્યા તેના પહેલા જ બાકીના ધારાસભ્યોએ પોતાના મતનો પ્રયોગ કરી લીધો હતો.

CM અને પૂર્વ CMએ મતદાન કર્યું

મુખ્યમંત્રી શિવરાજ સિંહ રાજ્યસભા માટે મતદાન શરૂ થયું ત્યારે સવારે જ વિધાનસભાએ પહોંચી ગયા હતા. તેમને અનેક સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવાનો હોવાથી પોતાના મતનો પ્રયોગ કરીને પરિસરમાંથી નીકળી ગયા હતા. ભાજપ તરફથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેરસિંહ સોલંકીને

ઉમેદવારી આપવામાં આવી છે અને બંનેનો વિજય સ્પષ્ટ છે.

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ સવારે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના આવાસેથી લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને તેમના સાથે મતદાન કર્યું હતું. દિગ્વિજય સિંહ કોંગ્રેસની વરીયતાવાળી બેઠકના ઉમેદવાર છે અને બીજી સીટ પર ફૂલસિંહ બરૈયા છે. કોંગ્રેસના ખાતામાં એક બેઠક જઈ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.