ભારત-ચીન સરહદ પર પૂર્વી લદ્દાખમાં તંગદીલી વચ્ચે લડત વિમાનોનું લેહથી લદાખ સુધી આકાશમાં ગાજવીજ થઇ રહ્યું હોવાથી હેલિકોપ્ટરની અવરજવરમાં પણ વધારો થયો છે.
ભારતીય વાયુસેનાએ પોતાનાં ફાઇટર વિમાનો અગ્રિમ બેઝ પર ગોઠવી દીધા છે. દરમિયાન, હવાઇ દળનાં વડા આર.કે.એસ. ભદૌરીયાએ લેહ અને શ્રીનગર એરબેઝની મુલાકાત લીધી છે, જે કોઇ વિષમ પરિસ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ રહેશે.
આ દરમિયાન ભારતે સુખોઇ 30MKI, મિરાજ 2000 અને જગુઆર ફાઇટર જેટને એડવાન્સ પોઝિશન પર તૈનાત કરી દીધા છે, જ્યાંથી તેઓ તાત્કાલિક ઉડાન ભરી શકે છે.
ભારતીય સેનાના જવાનોની મદદ માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટરને પણ તૈનાત કરવામાં આવ્યા છે. લેહ ખાતે ચિનૂક હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. Mi 17V5 મીડિયમ લિફ્ટ ચોપર્સ પણ સૈન્ય અને માલની સપ્લાયમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે.
સમાચાર એજન્સી ANIએ લેહ અને લદાખની તાજેતરની કેટલીક તસવીરો જારી કરી છે જેમાં હેલિકોપ્ટર અને લડાકુ વિમાનો આકાશમાં ફરતા જોવા મળે છે.
એરફોર્સ ચીફની આ મુલાકાત પણ મહત્વની છે કારણ કે ગાલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ દેશના સુરક્ષા વડાઓની બેઠક બાદ ભાડોરિયા લેહ પહોંચી ગયા છે.
એક સરકારી અધિકારીએ ANIને જણાવ્યું કે, “એરફોર્સ ચીફ બે દિવસીય પ્રવાસ પર હતા, તેમણે ઓપરેશનલની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું છે.
ભદૌરિયા 17 જૂને લેહ પહોંચ્યા અને ત્યારબાદ 18 જૂને શ્રીનગર એરબેઝની મુલાકાત લીધી.આ બંને એરબેઝ પૂર્વ લદ્દાખની ખૂબ નજીક છે. આ પર્વતીય વિસ્તારમાં, કોઈપણ વિમાન કામગીરી માટે સૌથી મહત્વપૂર્ણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.