અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે તેમની પાસે ચીન સાથે સંબંધોને સંપુર્ણ રીતે સમાપ્ત કરવાનાં વિકલ્પ છે, ટ્રમ્પે ટ્વીટર પર એક વક્તવ્ય જારી કરીને આ બાબત કહીં, આ પહેલા અમેરિકાનાં વ્યાપારિક પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝરે કહ્યું હતું કે બંને દેશોનાં અર્થતંત્રનું એક સાથે કામ કરવું શક્ય નથી.
ટ્ર્મ્પે ટ્વીટ કર્યું પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝરની કોઇ ભુલ નથી, મે જ મારા નિવેદનમાં એ સ્પષ્ટ કર્યું નથી, પરંતું અમેરિકા પાસે વિવિધ પરિસ્થિતીઓ હેઠળ ચોક્કસ રીતે ચીનની સાથે સંપુર્ણ રીતે સંબંધોને સમાપ્ત કરવાનો વિકસ્પ હાજર છે.
લાઇટહાઇઝરે બુધવારે અમેરિકાની કોંગ્રેસમાં કહ્યું હતું કે બંને દેશોની અર્થવ્યવસ્થા એક સાથે ઘટાડી શકાતી નથી. આ પહેલા, અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે ચીનના ટોચના રાજદ્વારીએ અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર કરારના પ્રથમ તબક્કા હેઠળ બીજિંગની જવાબદારીઓને પૂર્ણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.
બુધવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ચીન પર પ્રતિબંધ મૂકતા કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ચીન પર વીગર મુસ્લિમોને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ચીને પણ અમેરિકાને જવાબી કાર્યવાહીની ધમકી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.