સુરત વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પાસે શેરબજાર ડબ્બા ટ્રેડીંગના નુકશાનીના રૂ.21 લાખ વસૂલવા તેના ઘરે કારમાં આવી રત્નકલાકાર અને તેની પત્નીને સ્ટીક બતાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પિતા-પુત્ર સહિત ત્રણની સરથાણા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં નાના વરાછા શ્યામધામ ચોક સંગના સોસાયટી ઘર નં.139 માં રહેતા 25 વર્ષીય રત્નકલાકાર જીગ્નેશ સવજીભાઇ કાનાણી પાસેથી શેરબજાર ડબ્બા ટ્રેડીંગના નુકશાનીના રૂ.21 લાખની માંગણી ઓનલાઇન ટ્રેડીંગનો વ્યવસાય કરતા પિતા-પુત્ર પરેશભાઈ ભીખુભાઈ ગજેરા ( ઉ.વ.48 ) અને રુચીત પરેશભાઈ ગજેરા ( ઉ.વ.25 )( બંને રહે. બી/201, મધુસુદન હોમ્સ, રોયલ રેસીડેન્સીની બાજુમાં, મોટા વરાછા, સુરત. મુળ રહે. અમરેલી ) છેલ્લા કેટલાક સમયથી કરતા હતા. તે રકમ જ વસૂલવા ગત બપોરે 12.30 કલાકે પિતા-પુત્ર તેમની કારમાં પ્રાઇવેટ નોકરી કરતા જય પ્રકાશભાઈ ભાલાળા ( ઉ.વ.25 ) ( રહે. 180, આનંદધારા સોસાયટી વિ-1, જુબેલી ગાર્ડન પાસે, મોટા વરાછા, સુરત. મુળ રહે. ભાવનગર ) સાથે આવ્યા હતા.
ત્રણેયે સ્ટીક સાથે જઈ જીગ્નેશભાઈની પત્નીને સ્ટીક બતાવી તેમજ જીગ્નેશભઇ અને તેના પત્નીને ગાળો બોલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે જીગ્નેશભાઈએ 100 નંબર ઉપર જાણ કરતા સરથાણા પોલીસ મથકની પીસીઆર વાન સ્થળ ઉપર પહોંચી હતી અને પિતા-પુત્ર સહિત ત્રણને ઝડપી પાડી બાદમાં જીગ્નેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.