MP રાજ્ય સભા પરિણામો: BJPનાં જ્યોતિરાદિત્ય સિંધિયા,સુમેર સિંહ અને કોંગ્રેસનાં દિગ્વિજય સિંહની જીત

મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ સીટો માટે શુક્રવારે થયેલા મતદાનના પરિણામ આવી ગયા છે. અહીં ભાજપે તેની બે સીટો યથાવત રાખી છે, જ્યારે એક સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે.

રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રોફેસર સુમેર સિંહ સોલંકીની જીત થઇ છે અને કોંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સૌથી વધુ મતોથી ચૂંટાયા છે.

દિગ્વિજય સતત બીજીવાર મધ્યપ્રદેશથી રાજ્યસભા માટે ચૂંટાયા છે.આ ચુટણીમાં કોંગ્રેસનાં ફુલસિંહ બરૈયાનો પરાજય થયો છે, જ્યારે બિજેપીને આ ચુંટણીમાં બે વોટનું નુકસાન થયું છે, એક ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું જ્યારે બીજો મત ખોટો ઠર્યો હતો.

માહિતી મુજબ રાજ્યસભા ચૂંટણી માટે મતદાનમાં કુલ 206 મત પડ્યા હતા, જેમાંથી દિગ્વિજય સિંહના ખાતામાં 57 મત, સિંધિયાને 56 મત અને સોલંકીને 55 મત તથા બરૈયાને માત્ર 36 મત મળ્યા હતા. જ્યારે બે વોટ રદ્દ થયા હતાં. નોંધનીય છે કે કોંગ્રેસ પાસે વર્તમાનમાં 92 ધારાસભ્યો છે.

મધ્યપ્રદેશ વધાનસભામાં કુલ 230 સીટો છે અને વર્તમાનમાં 24 સીટો ખાલી હોવાને લીધે પ્રભાવી આંકડો 206 છે. જેમાં બીજેપી પાસે 107, કોંગ્રેસ પાસે 92, બસપા પાસે બે, સપા પાસે એક તથા 4 અપક્ષ ધારાસભ્યો છે.

કોણ છે સુમેરસિંહ સોલંકી

રાજ્યસભા માટે સુમેરસિંહ સોલંકીનું નામ મધ્યપ્રદેશનાંના લોકોને આંચકો આપતું હતું. સોલંકી વ્યવસાયે પ્રોફેસર છે. જ્યારે તેમના નામની ઘોષણા કરવામાં આવી ત્યારે તે સરકારી કોલેજમાં નોકરી કરી રહ્યાં હતાં.

નામ જાહેર થયા બાદ તેમણે સરકારી નોકરીથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ નામાંકન કર્યું. સુમેરસિંહ સોલંકી પૂર્વ સાંસદ માકન સિંહના ભત્રીજા છે. તેઓ સંઘ સાથે પણ જોડાયેલા છે. ઉપરાંત, સોલંકી અનુસૂચિત જાતિમાંથી આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.