ગુજરાતની વડી અદાલતમાં કેસ નબળો પાડવા માટે રૂ.11 કરોડની ઓફર કરનારા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની સંપત્તિમાં બે ચૂંટણીમાં 150 ટકા વધારો થયો છે. તેમની સંપત્તિ કેટલી છે અને તેમની સંપત્તિ અંગે કેવા આરોપો થયા છે તેવી વિગતો અગાઉ જાહેર થઈ હતી.
રાધનપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પક્ષપલટો કરી ગયેલા અલ્પેશ ઠાકોર ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સામે આવ્યું છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરની મિલકત ડબલ થઇ ગઈ છે. ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરે જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મમાં કુલ ૩૩.૧ લાખની સ્થાવર મિલકત વત્તા ૧૨.૪૨ લાખ એમ કુલ મળીને ૪૫ લાખની મિલકત દર્શાવી હતી. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની પીઠ પાછળ દગો કરી રાજીનામું આપીને 6 મહિનામાં ભાજપમાં પક્ષપલટો કરીને ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે. તેની મિલકતોની તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.
ભાજપમાં પક્ષપલટો કરીને ભળી ગયા બાદ ઉમેદવારી નોંધાવતી વખતે અલ્પેશ ઠાકોરે રૂ.૩૯.૭ લાખની સ્થાવર અને રૂ.૯૪ લાખની જંગમમિલકત જાહેર કરી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ઠેકડો મારેલી અલ્પેશની મિલકત એકાએક ૧૫૦%થી પણ વધારે વધી ગઈ છે. અલ્પેશ ઠાકોરે ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાની પત્નીના નામે કોઈ જ મિલકત ન હોવાનું દર્શાવ્યું હતું જયારે આ વખતે અલ્પેશે તેની પત્નીના નામે રૂ.૫૧.૯૦ લાખની મિલ્કત વધી ગઈ છે. આમ ભાજપમાં ભાળ્યા બાદ અલ્પેશની મિલકત એકાએક ડબલ થઇ જતા લોકોમાં ચર્ચા જાગી છે.
એક સમયે તે અમદાવાદના રાણીપમાં સાદા મકાનમાં રહેતો હતો, આજે એ જ જગ્યાએ મકાન તોડીને આલીશાન બંગલો તૈયાર કરાવ્યો છે. પહેલાં તે સાદી કારમાં ફરતો હતો, આજે મોંઘીદાટ કારમાં ફરતો થયો છે, તેની પાસે એક નહીં પરંતુ સ્કોડા, ટોયોટા ઈનોવા સહિતની 4 કાર થઈ ગઈ છે. છેલ્લા એક દોઢ વર્ષમાં જ આ ગાડીઓ આવી છે. પોતે સમૃદ્ધ થયા છે પણ, જેના માટે લડાઈ લડી એ ઠાકોર સમાજના યુવાનોને હજુ સુધી નોકરી મળી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.