– નદીપારના વિસ્તારોમાં 1430 એક્ટિવ કેસ : 24 કલાકમાં 9નાં મૃત્યુ
– પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ વિસ્તારમાં સંક્રમણ વધ્યું
– એક સપ્તાહથી પશ્ચિમ ઝોનમાં રોજ 60 થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે,તંત્ર સબ સલામતનો રાગ આલાપે છે
અમદાવાદ શહેરના નદીપાર આવેલા પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ -પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે.શહેરના પાલડી, વાસણા, નવાવાડજ, ઘાટલોડિયા સહીતના વિસ્તારોમાં ગુરૂવાર સાંજ સુધીમાં નોંધાયેલા એકટીવ કેસની સંખ્યા વધીને હવે ૧૪૩૦ પર પહોંચી છે.સાથે જ ચોવીસ કલાકમાં આ વિસ્તારોમાં કુલ મળીને નવ લોકોના મરણ થયા છે.છેલ્લા એક સપ્તાહથી પશ્ચિમના વિસ્તારોમાં રોજ ૬૦ થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે છતાં તંત્ર સબ સલામતનો રાગ આલાપી રહ્યું છે.
મળતી માહીતી પ્રમાણે,અમદાવાદના નદીપારના પશ્ચિમમાં આવેલા પાલડી, વાસણા, નવરંગપુરા, નવાવાડજ ઉપરાંત રાણીપ, સાબરમતી, ચાંદખેડા, મકતમપુરા,સહીત ઘાટલોડિયા, ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં સતત કોરોનાના એકટીવ કેસ વધી રહ્યાં છે.શુક્રવાર ૧૯ જુનની સવારની સ્થિતિએ પશ્ચિમ ઝોનમાં કુલ ૮૧૧ એકટીવ કેસ નોંધાયેલા છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં એકટીવ કેસની સંખ્યા ૩૧૫ છે.જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એકટીવ કેસની સંખ્યા ૩૦૪ મળી આ તમામ વિસ્તારોમાં કુલ મળીને ૧૪૩૦ એકટીવ કેસ નોંધાયેલા છે.છેલ્લા ચોવીસ કલાકમાં આ વિસ્તારોમાં કુલ નવ લોકોના મરણ થયા છે.આ વિસ્તારોમા નવા નોંધાયેલા કેસમાં પશ્ચિમ ઝોનમાં ૭૩ કેસ ગુરૂવાર સાંજ સુધીમાં નોંધાયા છે.પશ્ચિમમાં ત્રણ,ઉત્તર-પશ્ચિમમાં બે અને દક્ષિણ-પશ્ચિમમાં ચાર મળી કુલ નવ લોકોના ચોવીસ કલાકમાં મરણ થયા છે.
ે છેલ્લા ચાર દિવસમાં કુલ ૨૭૬ કેસ નોંધાયા છે.જુન મહીનાની શરૂઆતથી પશ્ચિમઝોનમાં અનલોક-વન દરમિયાન આપવામાં આવેલી વ્યાપક મુકિત બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.૮ જુનના રોજ પશ્ચિમ ઝોનમાં કુલ ૭૦ કેસ નોંધાયા હતા.૯મી જુનના રોજ પશ્ચિમ ઝોનમાં કુલ ૬૧ કેસ નોંધાયા હતા.૧૩ મી જુનના રોજ પશ્ચિમઝોનમાં ૬૧ કેસ નોંધાયા હતા.૧૫ જુનના રોજ પશ્ચિમ ઝોનમાં કુલ ૮૧ કેસ નોંધાયા હતા.જયારે ૧૬ જુનના રોજ પશ્ચિમ ઝોનમાં કુલ ૬૦ કેસ નોંધાયા હતા.૧૭ જુનના રોજ પશ્ચિમ ઝોનમાં કુલ ૬૨ કેસ નોંધાયા હતા.૧૮ જુનના રોજ પશ્ચિમ ઝોનમાં કુલ ૭૩ કેસ નોંધાયા છે.
પશ્ચિમ ઝોનમાં નોંધાયેલા કેસની સ્થિતિ
શહેરના પશ્ચિમ ઝોનમાં છેલ્લા એક સપ્તાહથી ૬૦ થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.જેની વિગત આ મુજબ છે.
તારીખ | કેસ |
4 જુન | 62 |
5 જુન | 48 |
6જુન | 38 |
7 જુન | 55 |
8 જુન | 61 |
9 જુન | 69 |
10 જુન | 61 |
11 જુન | 47 |
13 જુન | 65 |
15 જુન | 81 |
16 જુન | 60 |
17 જુન | 62 |
18 જુન | 73 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.