લદ્દાખ મોરચે ચીન સાથે ભારતની ચાલી રહેલી તનાતની વચ્ચે સુરક્ષા એજન્સીઓ અને સંરક્ષણ નિષ્ણાતોને આંદામાન- નિકોબાર ટાપુઓની ચિંતા છે.
નિષ્ણાતોનુ અને ભારતીય નૌસેનાના કેટલાક ટોચના અધિકારીઓનુ માનવુ છે કે, જો ચીની નૌસેના લદ્દાખના જવાબમાં દરિયાઈ મોરચો ખોલે તો આંદામન ટાપુઓ માટે ખતરો સર્જાઈ શકે છે.
એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે હાલમાં તો ચીન ભારત સાથે મોટા વિવાદના મૂડમાં નથી.ખાસ કરીને ગલવાન ખીણમાં ભારતીય સેનાએ જે રીતે જડબાતોડ જવાબ આપ્યો છે તેના કારણે તો ચીન બીજી કોઈ હરકત કરતા પહેલા વિચાર કરશે.પણ ચીનનો ભરોસો થાય તેમ નથી.
અધિકારીઓનુ માનવુ છે કે, ચીન બીજા કોઈ રસ્તે ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે.ચીને કેટલાય દિવસોથી ઘણા ટાપુઓ પર પોતાના લશ્કરી થાણાં સ્થાપવાના શરૂ કર્યા છે. હવે તે આવા બીજા વિસ્તારોની શોધમાં છે.જ્યાં તે દરિયાના ટાપુઓનો વ્યૂહાત્મક કરીતે ઉપયોગ કરી શકે.આપણી પાસે આંદામાનના ટાપુઓ છે પણ તેનુ પુરૂ મહત્વ હજી આપણે સમજી શક્યા નથી.
અધિકારીઓના મતે ભારતની મુખ્ય ભૂમિથી 700 નોટિકલ માઈલ દુર આવેલા ટાપુ સમૂહો પર ભારતે સંસાધન મોકલવા જોઈએ.જેથી તેના પરથી ચીનની નૌ સેનાની હિલચાલ પર નજર રાખી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.